Archive for January 13th, 2009
કમુ-શક્તિ

કમુ-શક્તિ
આ સંસારી જીવનમાં જીવનસાથી છે પત્નિ મારી,
આ જીવન સફરમાં એ તો છે શક્તિ મારી,
કાવ્ય લખવામાં પ્રભુ પ્રેરણા જરૂર મળી મુજને,
કિંતુ, એ પ્રેરણા દિપક જલતો રાખવા, પત્નિ કમુ નામે
શક્તિ મળી મુજને,
એક એક કાવ્ય લખાણે, જે ચંદ્ર-શક્તિ વહી,
એમાં જરૂર કમુ-શક્તિ હતી, જો આજે આ પુસ્તિકા બની
ડૉ. ચંદ્રવદન
કાવ્ય રચના
ઓક્ટોબર ૧૧, ૨૦૦૦
બે શબ્દો
આજનો દિવસ એક શુભ દિવસ છે. આજે મારા જીવનસાથી કમુની બર્થ ડે એથી ખુશીનો દિવસ…અને આજે એની ૬૦મી બર્થ ડે એટલે વધુ ખુશી. પ્રભુને પ્રાર્થના કે અમે બન્ને આવી બર્થ ડેની ખુશી અનેક વર્ષો ઉજવી શકીએ. પ્રભુની કૃપા એના પર વરસતી રહે ! આજે મેં ૨૦૦૦માં લખેલી રચના એક પોસ્ટરૂપે મુંકી છે…..ચંદ્રવદન.
15 comments January 13, 2009
