Archive for January 7th, 2009
ચંદ્રવિચારો શબ્દોમાં (૫ )






ચંદ્રવિચારો શબ્દોમાં (૫ )
આ ટાઈટલે ડીસેમ્બર,૨૦૦૮માં પોસ્ટ લખ્યા બાદ, ૨૦૦૯નું નવું વર્ષ શરૂ થયાને પણ થોડા દિવસો થઈ ગયા. ફરી હું વિચારોમાં પડ્યો કે “ચંદ્રપૂકાર ” પર શું લખું ? કંઈ જ ધ્યાનમાં આવતું ન હતું અને અચાનક થયું કે નિવ્રુતી જીવને આ ડોકટર ડોકટર છે કે નહી ? આવો સવાલ મેં મને જ પુછ્યો. એનો જવાબ શોધી રહ્યો હતો ત્યારે નિવ્રુતી જીવને એક ચાલવાની ટેવરૂપે હું દરરોજ વોલમાર્ટ (WALMART )ના સ્ટોરમાં જતો તેનું યાદ આવ્યું. એ યાદમાં એક દિવસ એક સ્પેનીશ નારી (SPANISH LADY )ની મુલાકાતનું યાદ આવ્યું…..અચાનક એણે મારી તરફ નજર કરી કહ્યું, “હલો,તમે જ ડોકટર મિસ્ત્રીને ?” મેં એને ઓળખી નહી પણ હાકારમાં કહ્યું “હા “..અને એટલે એ વધું બોલી ” હું અને મારા હસબન્ડ કાઉંટીની સરકારી ક્લીનીકે આવતા ત્યારે તમે અમારા ડોકટર હતા. મને ડાયાબીટીસ છે અને એની સારવાર માટે તમે જે કરતા તેનાથી હું બહું જ ખુશ હતી “બસ, આટલા શબ્દો સાંભળી મારૂં હૈયું હલી ગયું અને હૈયે એક અનોખો આનંદ હતો, મેં એને પુછ્યું ” હવે કોણ સારવાર આપે છે ?”એના જવાબમાં થોડી નિરાશા હ્તી, ત્યારે, મેં કહ્યું “જો, ક્લીનીકના એ ડોકટર તમારી સંભાળ રાખશે.”આ પ્રમાણે થોડી ચર્ચા થતી હતી ત્યારે એની દીકરી પણ સાથે હ્તી. આ પ્રમાણે વાતો ચાલુ રહી અને જ્યારે એણે કહ્યુંકે એનું વજન વધી રહ્યું છે અને ડયાબીટીસ કંટ્રોલમાં નથી ત્યારે હું એક પ્રેકટીશ કરતા ડોકટરરૂપે બોલ્યો, “ડાયાબીટીસ માટે વજન ઓછું કરવું ઘણું જ અગત્યનું છે. દરરોજ ચાલવાનો નિયમ રાખીશ. શરૂઆતમાં ભલે ઓછું ચલાય પણ ધીરે ધીરે વધું ચાલવાની આદત થશે. સાથે સાથે, ખોરાકમાં કાળજી રાખીશ અને મીઠી ચીજોથી દૂર રહીશ, આ પ્રમાણે કરીશ તો વજન ઓછું હશે અને ડાયાબીટીસ પણ કટ્રોલમાં હશે ” આવા શબ્દોથી એના હૈયે આનંદ હતો ત્યારે મેં એની દીકરીને કહ્યું ” મમ્મીની સંભાળ રાખીશ ” દીકરી પણ ખુશ હતી. મેં વિદાય પહેલા એમનો ફોન લીધો હતો અને મેં કહ્યું “હું થોડા સમય બાદ તમને ફોન કરીશ ત્યારે તમે શુભ સમાચાર આપજો “
આ મુલાકાત અને ચર્ચા ઓગસ્ટ ૨૦૦૮માં થઈ હતી..ડાયરીમાં ફરી એ ફોન વાંચ્યો અને ફોન કર્યો તો એ ફોન ચાલુ ના હતો. એની સાથે વાત ના થઈ તો પણ વચન નિભાવવાનો આનંદ મારા હૈયે હતો અને એક અનોખી શાંતી હતી. મનમાં એક વિચાર હતો…”હું ભલે એક ડોકટર તરીકે નિવ્રુત થયો કિન્તુ, ડોકટરી ભાવ તો હંમેશા મારી સાથે જ રહેશે…જે ડોકટર તે હંમેશા ડોકટર (once a doctor is always a doctor )……..ચંદ્રવદન
6 comments January 7, 2009