Archive for January, 2009
હું કોણ ?
હું કોણ ?
જન્મ એક માનવ સ્વરૂપે મળ્યો ,
માનવતા હૈયે ખીલી કે નહી, એની ખબર નથી !
હું કોણ…. (૧)
માત-પિતા સહીત પત્ની બાળકો જીવને મળ્યા,
કર્તવ્ય પાલન કર્યુ કે નહી, એની ખબર નથી !
હું કોણ…. (૨)
ડોક્ટર તરીકે જનસેવાની તક મળી,
ફરજ ખરેખર બજાવી કે નહી, એની ખબર નથી !
હું કોણ… (૩)
“કાવ્ય જેવા” લખાણો પણ રચ્યા,
કવિ બન્યો કે નહી, એની ખબર નથી !
હું કોણ… (૪)
બસ, હવે, ચંદ્ર પ્રભુભક્તિમાં રંગાય રહ્યો,
પ્રભુશરણું મળે કે નહી, એની ખબર નથી !
હું કોણ… (૫)
કાવ્ય રચના
ઓક્ટોબર ૨૮, ૨૦૦૭ ડો. ચંદ્રવદન
બે શબ્દો
આજે ગુરૂવાર, જાન્યુઆરી,૨૦૦૯ અને આજે પ્રજ્ઞાજુંબેનની ઈમેઈલ મળી …..” હું કોણ ? ” બારે ત્રણ પોસ્ટો એમની સાઈટ પર જઈ વાંચી…..પ્રથમ પોસ્ટ હતી પૂ. રમણ મહર્ષિના જવાબરૂપે, બીજી પોસ્ટ એક અંગ્રેજી લખાણરૂપે, અને ત્રીજી પોસ્ટ હતી અનિલભાઈની એક રચનારૂપે…..આટલું વાંચ્યા બાદ, મને મારી લખેલ એક રચના ” હું કોણ ? ” યાદ આવી, અને મેં આજે એને એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે…..આખરે તો, એ પ્રષ્નનો જવાબ તો એક જ છે……હું નથી, ફક્ત “એ જ ” છે..યાને ફક્ત પ્રભુ જ એક છે….અને, ” હું “ને એનામાં નિહાળતા “હું ” ભષ્મ થઈ જાય છે અને આપણને “તું ..પ્રભુ, તું ..” કહેવાની ટેવ પડે છે…આવી મારી સમજ છે..તમે શું કહો છો ? સાઈટ પર પધારી, વાંચી, પ્રતિભાવરૂપે લખશોને ?….ચંદ્રવદન.
FEW WORDS
Today in USA it is still Thursday, Jan. 29th 2009 but this Post will show the date to be 30th Jan. 2009 as perGT…Please read the Post & your Comments appreciated !…..Chandravadan.
13 comments January 30, 2009
શ્રી પ્રજાપતી આશ્રમ, નવસારી ક્ન્યાછાત્રાલય ઉદઘાટન
ઉપરનું ડ્રોઈન્ગ આણંદમાં બંધાયેલ કન્યાછાત્રાલય મકાનનું છે…નવસારીમાં કન્યાછાત્રાલય ડીસેમ્બર,૨૦૦૮માં બંધાયા બાદ, આણંદે કન્યાછાત્રાલયનું ઉદઘાટન થયું તે સમયે પાડેલા ફોટાઓ નીચે પ્રગટ કર્યા છે. ભવિષ્યમાં નવસારી કન્યાછાત્રાલય મકાનના ફોટાઓ મળશે ત્યારે બીજી પોસ્ટમાં પ્રગટ કરાશે>>>>>
શ્રી પ્રજાપતી આશ્રમ, નવસારી ક્ન્યાછાત્રાલય ઉદઘાટન
બે શબ્દો
શ્રી પ્રજાપતી આશ્રમની સ્થાપના નવસારી શહેરમાં થઈ એ એક ઐતિહાસીક ઘટના કહેવાય. આશ્રમનો લાભ લઈ અનેક બાળકો અંગ્રેજી અભ્યાસ કરી શક્યા, અનેકે મેટ્રીક પાસ કરી કે કોઈકે કોલેજ અભ્યાસ પણ કર્યો…..ભણતર સાથે અનેક પરદેશ (ખાસ કરી ઈસ્ટ આફ્રીકા, રોડેશીયા ) ગયા અને સફળતા મેળવી, અને એમના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શક્યા હતા.આશ્રમ કાર્યકર્તાઓએ પણ “શિક્ષણ ઉત્તેજન “ના હેતુંને ધ્યાનમાં રાખી “હોસ્ટેલ સગવડો ” વધારી, અને કન્યા કેળવણીને મહત્વ આપ્યું. પરદેશ સ્થાયી થયેલા જ્ઞાતિજનોએ પણ સારો સહહાર આપ્યો એ કદી ભુલાશે નહી. આજના પ્રજાપતી યુવાનોને આ ઈતિહાસ જાણવો જોઈએ, અને એ કહેવાની ફરજ સૌ જ્ઞાતિજનોની છે ! પ્રગતિના પંથે, આશ્રમે ઘણું કર્યું છે, અને હવે પ્રાર્થના છે કે ભવિષ્યમાં વધુ અને વધુ શક્ય થાય !……….ચંદ્રવદન.
8 comments January 28, 2009
રીપબલીક ડે ઓફ ઈન્ડીઆ

રીપબલીક ડે ઓફ ઈન્ડીઆ
જાન્યુઆરી, ૨૬, ૨૦૦૯નો શુભ દિવસ, ઘણી જ ખુશીનો દિવસ કારણ કે આજે ઈન્ડીઆ યાને ભારતનો ” રીપબલીક ડે ” છે. ભારતે ૧૯૪૭માં અંગ્રેજ સરકાર પાસેથી સ્વતંત્રા મેળવી, અને ત્યારબાદ, નવા દેશનું બંધારણ ( Constitution ) લખાયું, અને જાન્યુઆરી, ૨૬. ૧૯૫૦માં એક રીપબલીક દેશ તરીકે જગતમાં સ્થાન લીધું. એવા દેશ પરિવર્તનમાં દેશના પ્રથંમ પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદ બન્યા. આજે ભારતે રીપબલીક તરીકે ૫૯ વર્ષ પૂરા કર્યા, અને એ માટે હું ગૌરવભરી ખુશી અનુભવી રહ્યો છું. સૌ ભારતવાસીઓ પણ એવી ખુશી અનુભવતા હશે ! સ્વતંત્રા મેળવ્યા બાદ, ભારતે ઘણી જ પ્રગતિ કરી છે, પણ, હજું, ઘણી કરવાની બાકી છે. આટલી પ્રગતિ થઈ હોવા છતાં, ઘણા ભારતવાસીઓ અસંતોષથી હૈયા ભરી, ” ભારતમાં આ નથી સારૂં તે નથી સારૂં ” જેવા વિચારો રાખે છે તેથી હું દુઃખ અનુભવું છું. ભારત દેશ મહાન છે, અને ભવિષ્યમાં વધું પ્રગતિઓ સાથે જગતને દોરવણી આપશે, એવી મારી પુર્ણ શ્રધ્ધા છે ! ……..ચંદ્રવદન.
બે શબ્દો
9 comments January 26, 2009
ચંદ્રપૂકારની ૧૦૦મી પોસ્ટ





ચંદ્રપૂકારની ૧૦૦મી પોસ્ટ
બે શબ્દો
આ કાવ્ય રચના નવેમ્બર, ૨૦૦૮માં થઈ હતી. ત્યારે “ચંદ્રપૂકાર ” સાઈટ પર ૧૦૦ પોસ્ટો પ્રગટ થઈ ન હતી. એ સમયગાળા દરમ્યાન, થોડા દિવસોમાં “ચંદપૂકાર ” સાઈટ એક વર્ષ પુર્ણ કરશે એવા વિચારોમાં હતો, અને ખુશ હતો……એ ખુશી સાથે, એક વિચાર આવ્યો..”એક દિવસ ચંદ્રપૂકાર સાઈટના “હોમ” પર ૧૦૦ હશે “બસ, આ વિચારમાં રહી, આ કાવ્ય રચના શક્ય થઈ હતી, જેને આજે પ્રગટ કરતા ઘણો જ આનંદ થાય છે…..આ પ્રમાણે શક્ય કરવામાં, તમો સૌનો ફાળો છે કે તમે સૌ ફરી ફરી સાઈટ પર પધારી પોસ્ટો વાંચી, અને કોઈક વાર તમે તમારા પ્રતિભાવો પણ આપ્યા અને મને ઉત્તેજન આપ્યું હતું…અને, આજે આ ૧૦૦મી પોસ્ટ છે !….સૌને જય શ્રી કૃષ્ણ !……ચંદ્રવદન.
17 comments January 25, 2009
સુવિચારો
સુવિચારો
મૃત્યુ અચાનક આવે છે, એ સંદેશા વગર આવે છે ! ડરશો નહી, જીવનમાં સતકર્મો કરતા રહો !…….ચંદ્રવદન્.
બે શબ્દો
. આ મારો મત છે. તમે શું કહો છો ?>>>>ચંદ્રવદન.
8 comments January 23, 2009
નજર લગાડી……મેં તો મોહન મોરલીવાલાને,
નજર લગાડી……મેં તો મોહન મોરલીવાલાને, (ટેક )
વનમાં ગાયો છોડી,
ગામે ગોપ-ગોપીઓને છોડી,
એ તો પાસ મારી દોડી દોડી આવે રે……નજર…..૧
માત જશોદા ‘ને નંદબાબાને ગોકુળીયે છોડી,
રાધા પ્યારીને એકલી છોડી,
એ તો પાસ મારી દોડી દોડી આવે રે……નજર…..૨
હવે, ગોકળીયુ તો સુનું સુનું લાગે,
માટલીઓ તોડી માખણ કોણ ચોરે ?
કાનો તો છે મારી સંગે રે……નજર….૩
કૃષ્ણ-લીલા વગર જગ છે ઉદાસી,
નજરમાંથી કાનાને મુક્ત કરી, હું તો હવે રાજી,
એ તો દોડી દોડી ભાગે ગોકુળીઆ ગામે……નજર…..૪
………………………………………………….
નવેમ્બર, ૨૬, ૨૦૦૮
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
બે શબ્દો
” નજર લગાડી, મોહન મોરલીવાલાને ” નામે મારી એક કાવ્ય-રચના “મનનો વિશ્વાસ “ની સાઈટ પર નવેમ્બર,૨૭. ૨૦૦૮ના રોજ પ્રગટ થઈ ચુકી છે…તેમ છતાં, આજે એને “ચંદ્રપૂકાર” પર એક પોસ્ટરૂપે પ્રગટ કરતા ઘણો જ આનંદ થાય છે. આશા છે કે તમે સાઈટ પર પધારી એને વાંચશો. આ પોસ્ટને તમે “મનનો વિશ્વાસ ” સાઈટ પર નિહાળવી હોય તો એની લીન્ક છે>>>>>http://drmanwish.wordpress.com/page/4/ જરૂરથી એ સાઈટ પર જવા વિનંતી……..ચંદ્રવદન.
2 comments January 22, 2009
જાન્યુઆરી, ૨૦, ૨૦૦૯નો દિવસ

જાન્યુઆરી, ૨૦, ૨૦૦૯નો દિવસ
આજે, જાન્યુઆરી,૨૦,૨૦૦૯નો દિવસ. આજે, ઈનોગ્યુરશન ઓફ પ્રેસીડન્ટ ઓફ અમેરીકાનો દિવસ, આજે, બરાક ઓબામા (Barack Obama )ને સેરીમોની સાથે અમેરીકાના પ્રેસીડન્ટ તરીકે સત્તા મળશે, અને એઓ અમેરીકાના ૪૪માં પ્રેસીડન્ટ થશે.આથી, ઓબામા અમેરીકાના પ્રથમ કાળા (Black ) પ્રેસીડન્ટ થયા. આ ઘટના અમેરીકાના ઈતિહાસે એક યાદગાર ઘટના તરીકે અમર રહેશે. હવે, પ્રેસીડન્ટ બન્યા બાદ, ઓબામા શું કરે છે તે જોવાનું રહે છે. પ્રેસીડન્ટ તરીકે જે કાર્યો કરશે એના પર લોકો ઓબામાની તુલના કરશે. પ્રભુ એમને માર્ગદર્શન આપે કે એઓ વિશ્વમાં શાંતી વધારે, અમેરીકામાં અનેક ફેરફારો દ્વારા અમેરીકાને નવી દિશામાં લાવે કે ફક્ત અમેરીકામાં નહી પણ આખા વિશ્વમાં સૌ આનંદમય બને ! આ મારી આશા છે. તમે પણ મારી આ સાઈટ પર પધારી, પોસ્ટ વાંચી, પ્રતિભાવરૂપે ” બે શબ્દો ” લખશો અને ઓબામાને શુભેચ્છા પાઠવશો એવી વિનંતી !………..ચંદ્રવદન.
6 comments January 20, 2009
હડસન નદીમાં એક ચમત્કાર

હડસન નદીમાં એક ચમત્કાર
જાન્યુઆરી, ૧૫, ૨૦૦૯ના દિવસે યુએસ એરવેઈઝનું વિમાન, ફ્લાઈટ નંબર ૧૫૪૯ ન્યુયોર્કના લાગ્વાડીઆ એરપોર્ટથી ચારલોટ, નોર્થ કેરોલીના જવા ઉપડ્યું. એમાં ૧૫૦ પ્રવાસીઓ હતા, અને ૫ એરલાઈનના ક્રુ-સભ્યો હતા..કુલ્લે, ૧૫૫ વ્યક્તીઓ હતી. ઉપડતાની સાથે તરત જ એને અચાનક પાછુ વાળવા વણાંક લીધો, અને વિમાનનું ક્રેશ-લેન્ડીગ હડસન નદીમાં થયું. આવા અકસ્માતમાં કોઈ બચ્યું હશે ? કેટલા મૃત્યુ પામ્યા હશે ? સૌના મનમાં આવા જ વિચારો હતા. થોડા સમય બાદ, સમાચાર આવ્યા કે બધા જ, યાને ૧૫૫ વ્યક્તીઓ બચી ગયા હતા.સૌ હર્ષથી નાચી ઉઠ્યા……આ વિમાનના પાઈલોટ,ચેસલી સનનબરગર્ (Chesley Sunnenberger)એ જે પ્રમાણે વિમાનને નદીમાં ઉતાર્યું તેથી જ સૌની જાન બચી ગઈ. સૌ પ્રવાસીઓએ તેમજ અન્ય સૌએ એને આભાર દર્શાવ્યો, અને પ્રભુનો પાડ માન્યો. આ ઘટનાના પરિણામમાં પાઈલોટે એની જાણકારી પ્રમાણે જે કર્યું તેથી સૌ બચી ગયા….હા, એ સત્ય છે. પણ, આવા સમયે, કોણે એના મનને શાંત રાખ્યું, કોણે એને માર્ગદર્શન આપ્યું ? એનો જવાબ છે,”પ્રભુ ” ! શા કારણે આ ઘટના થઈ ? જાણ્યું કે કદાચ ઉડતું પક્ષી વિમાનના ઈંનજીનમાં આવવાથી આવું થયું…એ કારણ કે જે કોઈ કારણ હોય, પણ, આપણે તો પ્રભુનો જ પાડ માનવો રહ્યો. આ ઘટનામાં, સૌ બચી ગયા એ છે આનંદભર્યું પરિણામ. કિન્તુ, પરિણામ એવું પણ હોય શકે કે અનેકના કે સૌના મૃત્યુ હોય શકે ! જ્યારે કોઈ ઘટના માનવીની સમજ બહાર હોય ત્યારે, એ ઘટના/પરિણામને આપણે સૌ ” એક ચમત્કાર કે મીરેકલ (Miracle ) “કહીએ છે .. તો, ખરેખર, આ હડસન નદીમાં થયેલ એક ચમત્કાર છે ! અખબારો દ્વારા સૌએ આ ઘટના બારે જાણ્યું હોવા છતાં મેં આ પોસ્ટ પ્રગટ કરી છે એનો હેતુ એટલો જ કે આપણે આવા સમયે પ્રભુને ના ભુલીએ………ચંદ્રવદન.
9 comments January 19, 2009
ભક્તિના ચંદ્રમારગડા


ભક્તિના ચંદ્રમારગડા
એજ ચંદ્ર મારગડા ભક્તિના,
સંસારમાં રહી, ભજી લ્યો પ્રભુજીને તમો પ્રેમથી,
શાને થાવું રે સંન્યાસી ? (ટેક)
“પ્રભુ તું છે તો હું છુ” એવો મંત્ર તું બોલ,
નિત્ય બોલી બોલી, “હું પદ” ને તું છોડ,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૧)
“પ્રભુ તું જે કરે તે ખરૂ” એવો મંત્ર તું બોલ,
નિત્ય એમાં પ્રભુઈચ્છા સ્વીકારી, હૈયુ તારૂ તું ખોલ,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૨)
બે મંત્રે કર્મ તું કરતો જા,
અને, કર્તવ્ય-પાલન તું કરતો જા,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૩)
સંસારે ચંદ્રમારગડા અપનાવતા,
મોહમાયાના બંધનો તારા છુટવાના,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૪)
સંસારે વેર ઝેર અભિમાન રે ભાગે,
તન-મન સેવા ભાવનાઓ રે જાગે,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૫)
ચંદ્ર કહે બે મંત્રે પ્રભુશરણું રે લેતા,
હૈયે પ્રભુદર્શન રે કર લેના !
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૬)
કાવ્ય રચના
મે ૨૯,૨૦૦૩ ડો. ચંદ્રવદન
બે શબ્દો
આ કાવ્ય રચના તો ૨૦૦૩માં થઈ હતી, અને આજે એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે…..અહી, કાવ્યરૂપે એટલું જ કહેવાયું છે કે ભક્તિ તો સંસારમાં રહી પણ શક્ય છે, એના માટે સંન્યાસની જરૂર નથી. તમે સાઈટ પર પધારી પોસ્ટ વાંચશોને ?…..ચંદ્રવદન.
2 comments January 17, 2009
પોપટની પ્રભુભક્તિ
પોપટની પ્રભુભક્તિ
બે શબ્દો
6 comments January 15, 2009









