Archive for December 1st, 2008
વિષ્વ એઈડ્સ દિવસ WORLD AIDS DAY
|

વિષ્વ એઈડ્સ દિવસ
ડીસેમ્બરની પહેલી તારીખ એટલે ” વિષ્વ એઈડ્સ દિવસ ” ( WORLD AIDS DAY ) અને તે
આજે સોમવાર,ડીસેમ્બર, ૧, ૨૦૦૮ના રોજ છે. ૧૮૮૪માં જ આ રોગના જંતું યાને વાયરસની
જાણ થઈ અને એનું નામ તે એચ. આઈ. વી. ( H I V meaning HUMAN IMMUNEDEFICIENCY VIRUS )
ભુતકાળના રોગોનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આ વાઈરસ કદાચ પ્રથમ આફ્રીકામા હશે,અને ત્યાંથી હૈટી
( HAITII ) અને ત્યાંથી અમેરીકામાં ૧૯૭૫ની સાલે. ત્યારબાદ, અનેક રીસર્ચો (RESEARCHES ) બાદ
૧૯૮૭માં પ્રથમ એન્ટી-વાઈરલ દવા એઝીટી ( AZT ) આ રોગ માટે શરૂ થઈ. આ રોગના માટે પૈસા ભેગા
કરવા, રોગની માહિતીઓ સાથે પ્રચાર કરવા ડીસેમ્બર ૧ ની તારીખે એક મીટીંગ બાદ આ દિવસને
” વિષ્વ એઈડ્સ ડે ” તરીકે કહેવામાં આવ્યો અને દર વર્ષ ૨૦ વર્ષથી ઉજવાય છે !
આજે, આ પોસ્ટ પ્રગટ કરતા મારે વધુ કહેવું છે>>>>
આ રોગ અને એના વાઈરસ બારે આપણે વધું જાણવા માટે રસ રાખવો જોઈએ કે આપણા ખોટા
વિચારો દૂર થાય. આપણે જાણ્યું કે આ વાઈરસ માનવીના દેહમાં જતા કહેવાય કે એને એનું
“એન્ફેક્શન ” થયું…આનો અર્થ એ નહી કે એને ” એઈડ્સ ” થયો…આ મહત્વનુ છે. જ્યારે
આ વાઈરસ માનવીના દેહમાં વધારો કરી માનવી.સેલ્સનો નાશ કરી એની “ઈમ્યુન સીસ્ટમ “ને
કામ કરતી અટકાવે ત્યારે આ માનવી રોગો કે કેન્સરનો સામનો કરી શકતો નથી અને આવી
હાલત બને તેને “એઈડ્સ ” કહેવાય છે.
આ વાઈરસ કેવી રીતે માનવીમા પ્રવેશ કરી શકે એ જાણવું જોઈએ. ” સેક્ષ ” કે “લોહી “
દ્વારા મુખ્ય પ્રવેશ છે…આથી, પ્રજાને આ જાણ પહોચે એ દરેક સરકારની તેમજ અન્યની
ફરજ બની જાય છે. આથી, ખોટા વહેમો વિગેરે દૂર થાય છે.
અત્યારે. વિષ્વમાં ૩૩મીલીઅનથી વધુ ( more than 33 millions ) માનવીઓ
આ વાઈરસથી એન્ફેક્ટેડ છે, જેમાં થી અનેકને એઈડ્સ હશે. આજે આ રોગ માટે
નવી નવી દવાઓ છે એ ખુશીની વાત, પણ ઈલાજ દર્દીઓને કેમ પહોંચે એ માટે
વધું ને વધું પગલાઓ લેવાય એ પર ધ્યાન દોરવાનુ રહે છે.
આ લખાણ એક ” ઝલક ” રૂપે પ્ર્ગટ કર્યું છે..આજે તમે ઈન્ટરનેટ ( INTERNET )
પર જઈ HIV or AIDS ટાઈપ કરતા ઘણી જ માહિતીઓ જાણી શકો છો..તો,
આ પોસ્ટ વાંચી તમે ઈનટરનેટ જઈ વધું જાણી અન્યને પણ જાણ કરશો
તો મને ખુબ જ આનંદ હશે.
ચંદ્રવદન
HIV INFECTION & AIDS
Today , DECEMBER 1st & it is the WORLD AIDS DAY….This day was 1st declared as the World Aids Day in 1988 and since then it has been celebrated annually. I have tried to give some INFO in Gujarati but nowadays one can know MORE by going on the INERNET & all are encouraged to do so…& learn more for themselves & then spread that knowledge to other who are ignorant……& MOST IMPORTANTLY, assist financially or otherwise so that this disease is ERADICATED.
Dr. Chandravadan Mistry
3 comments December 1, 2008
