Archive for November, 2008
હાથીનું કબ્રસ્તાન
| View more in this Collection | ||
હાથીનું કબ્રસ્તાન
આફ્રિકાના જંગલોમાં હાથીનું કબ્રસ્તાન કદી જોયું છે ?
કબ્રસ્તાન તમે જોયું કે નહી,કિન્તુ હાથી વંદન પાત્ર છે ! (ટેક)
હાથી થાય ઘરડો, તો, મરણ નું જ્ઞાન થાય એને,
હવે તો,ઘણા સ્નેહીઓને છોડવાના, ભાન એવું થાય એને
આફ્રિકા… (૧)
નથી થાવું કોઈને બોજારૂપ, કરે એ નિર્ણય એવો,
પાણી વગર નિર્જન જગ્યા જવા, શોધે એ પંથ એવો,
આફ્રિકા… (૨)
ધીરે ધીરે ઉંચા ઘાસ વચ્ચે, થાકી એ બેસી જાય છે,
બેસી બેસી એ તો મ્રુત્યુની વાટ જુએ છે !
આફ્રિકા… (૩)
એકવાર જીવ ચાલી ગયો, ત્યારે ત્યાં એ જ છે એકલો,
એવી જગાને હાથી કબ્રસ્તાન “કહો કે ધરતીનો ઓટલો ?
આફ્રિકા… (૪)
હાથી વંશનું જે કોઈ આવે એવી જગ્યાએ ફરી,
તો ઉભા રહી, દેય છે એ જીવને શ્રધ્ધાંજલી અહી,
આફ્રિકા…. (૫)
ચંદ્ર કહે, જાણે હાથીમાં માનવતા હજુ ટકી રહી,
અને, માનવીઓમાં માનવતા મરી રહી !
આફ્રિકા… (૬)
કાવ્ય રચના
નવેંમ્બર ૨૬,૨૦૦૭ ડો. ચંદ્રવદન
બે શબ્દો
7 comments November 30, 2008
મુંબઈ,ઓ મારી પ્યારી મુંબઈ !
![]() ![]() ![]() |
મુંબઈ,ઓ મારી પ્યારી મુંબઈ !
બે શબ્દો
13 comments November 28, 2008
“થેન્ક યુ ” તમને, “થેન્ક યુ ” સૌને
“થેન્ક યુ ” તમને, “થેન્ક યુ ” સૌને
બે શબ્દો
4 comments November 27, 2008
ચંદ્રપુકારની પ્રથમ એનીવરસરી…1st ANNIVERASARY of CHANDRAPUKAR
નવેમ્બર,૨૦૦૭ એટલે ” ચંદ્રપુકાર “નો જન્મ. નવેમ્બર, ૨૨, ૨૦૦૭ના દિવસે પ્રથમ પોસ્ટ ” માનવ જીવન સફર “ના કાવ્ય સાથે આ સાઈટનો જન્મ કે એની શરૂઆત થઈ. આજે શનીવાર,નવેમ્બર,૨૨,૨૦૦૮ અને કારતક વદ દશમનો શુભ દિવસ એટલે ” ચંદ્રપુકાર ” ની પ્રથમ એનીવરસરી અને આ પોસ્ટ પ્રગટ કરતા મને ઘણો જ આનંદ થાય છે. એક ડોકટર તરીકે કામ કરતા મને કોમ્પુટરનો ડર હતો અને એવી હાલતે વેબસાઈટ કે બ્લોગ કરવાનો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. મે,૨૦૦૬માં મે ડોકટર તરીકે નિવ્રુત્તી લીધી ત્યારે મેં ઈમૈલ કરવાનું શીખ્યું. હ્યુસ્ટન, ટેક્સાસ રહીશ મારા મિત્ર વિજયભાઈ શાહએ મને ઘણું જ પ્રોતસાહન આપ્યું અને એમના જ માર્ગદર્શન-સહકારથી “ચંદ્રપુકાર”નો જન્મ થયો. એ માટે હું વિજયભાઈનો હંમેશા આભારીત રહીશ. શરૂઆતમાં ” ગુજરાતી વેબજગત ” માં મારી સાઈટ અજાણી હતી. પ્રથમ સાઈટ પર “હોમ” અને ” ભલે પધાર્યા “ના નામે બે વિભાગો હતા…..ધીરે ધીરે બીજા ૮ વિભાગો સાઈટ પર થયા. જે થકી, મારી પ્રગટ કરેલી બે પુસ્તિકાઓ, નામે “ત્રિવેણી સંગમ ” અને ” ભક્તિભાવના ઝરણા ” સાઈટ પર પ્રગટ થઈ, અને “જીવન ઝરમર “રૂપે મારો પરિચય,અને “પુસ્તિકાઓ ” નામે વિભાગે મારી બધીજ પ્રગટ કરેલ પુસ્તિકાઓબારેનો ટુંકો ઉલ્લેખ અને ”પ્રજાપતિ સમાજ “નામે એક વિભાગ, અને “કાવ્યો ” નામે એક વિભાગે મારા કાવ્યો સાથે ટુંકી વાર્તા અને સુવિચારો મુકાયા. આ પ્રમાણે, કુલ્લે ૧૦ વિભાગો સાથે સાઈટને પુર્ણતા મળી. “હોમ “એ જ મારી સાઈટનું મુખ્ય પાન અને એ પર સમય સમયે નવી નવી પોસ્ટો પ્રગટ કરવાનો લ્હાવો લીધો. પ્રથમ ફક્ત લખાણરૂપે પોસ્ટ મુકી અને ત્યારબાદ, ફોટા/ પીકચર સાથે પોસ્ટોની સુંદરતા વધારી. અહી મારો હેતું એટલો જ કે જે કોઈ સાઈટ પર આવે તેઓ આનંદીત બને. અત્યાર સુધી એક વર્ષમાં કુલ્લે ૬૭ પોસ્ટો પ્રગટ થઈ છે અને સાઈટ પર આવી અનેકે એમના પ્રતિભાવો પણ આપ્યા છે જે માટે મને ઘણી જ ખુશી છે. ” ચંદ્રપુકાર ” સાઈટની એક વર્ષની સફરની વિગતો નીચે મુજબ>>>
મારા બ્લોગની વિગતો
બ્લોગનું નામ…….ચંદ્રપુકાર
બ્લોગ મેનેજ કરનાર…..ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી, લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ, યુ.એસ.એ.
બ્લોગ કરવાનો હેતું…….હ્રદયભાવોને કાવ્યો,સુવિચારો, ટુંકી વાર્તામાં તેમજ અન્ય પ્રસાદી
બ્લોગના વિભાગો…….. ” હોમ ” એ મુખ્ય પાન, અને એની સાથે બીજા ૯ વિભગો…
૧ ” કાવ્યો ” નામે મારી હ્રદયની પ્રસાદી
૨ ” જીવન ઝરમર ” માં મારો પરિચય.
૩ ” પ્રજાપતિ સમાજ ” માં સમાજ સાથે કરેલ પત્રવ્યવાહર.
૪ ” પુસ્તિકાઓ ” માં પ્રગટ કરેલી પુસ્તિકાઓ બારે ટુંકો ઉલ્લેખ્.
૫ ” ભલે પધાર્યા ” એટલે સ્વાગત પાન
૬ ” ત્રિવેણી સંગમ ” નામે એક પુસ્તિકા પ્રગટ કરેલ તે !
૭,૮,૯ “ઝરણા ” આ ત્રણ વિભાગે મારી પ્રગટ કરેલી પુસ્તિકા ” ભક્તિભાવના ઝરણા “
એક વર્ષમા “હીટ્સ” યાને ટકોરા… ૧૯૮૦૦થી વધુ (more than 19800 )
આથી, બ્લોગ પર આટલા મહેમાનો હતા જેમણે અમીનજરે નિહાળી.
પ્રતિભાવો……….૬૮૦થી વધુ ( more than 680 )
હોમ પર કુલ્લે મુકેલી પોસ્ટો………૬૭ ( 67 )
પ્રથમ એનીવરસરીની તારીખ……..શનિવાર, નવેમ્બર, ૨૨, ૨૦૦૮
1st ANNIVERSARY of CHANDRAPUKAR
The Website of CHANDRAPUKAR was started on NOV. 22,2007 & so as of NOV, 22nd 2008 it completes 1year…So, today. NOV. 22.2008 it is the 1st Anniversary. It is a proud moment for me. Within a period of 1 year there were more than 19800 Visitors to the Site with 1day maximun record of 195 on Sep. 9th 2008 & the TOTAL COMMENTS for the year were more than 680 & that during 1 year there were 67 POSTS published on the HOME of the Site. Along with the HOME, there are additional 9 Sections (Vibhago ) of the Webpage & they are namely…….
,,,(1) Jivan Zarmar (2) Pustikao (3 ) Prajapati Samaj (4 ) Kavyo Etc, (5) Triveni Sangam (6,7 ,8 ) Zarna my Book in 3 Sections (9 ) Bhale Padharya
The success of the Website is TOTALLY because of your SUPPORT & I THANK YOU ALL from the bottom of my heart & request you to keep visiting the Site & even INVITE your friends to the Site.
JAI SHREE KRISHNA ! CHANDRAVADAN
બે શબ્દો
આજે ” ચંદ્રપુકારની પ્રથમ એનીવરસરી “ની પોસ્ટ કરતા ઘણી જ ખુશી
થાય છે. તમે ગુજરાતી તેમજ અંગ્રેજીમાં લખાણ વાંચ્યું અને વિગતો
જાણી…..હવે, તમે જરૂરથી તમારો પ્રતિભાવ આપશો એવી હૈયે આશા
છે…..તમારી શુભેચ્છાનો ભુખ્યો છું….તમે એક વાર કે અનેક વાર આવી
જે પ્રોતસાહન આપ્યો તેથી જ ” ચંદ્રપુકાર “ની સફર ચાલુ છે અને એક
“પુષ્પકલી “માંથી હવે એક “નાનું પુષ્પ” બન્યું છે.
મોઘેરા મેહમાનો, ફરી આવશો,
અને, સાથે અન્યને પણ લાવશો !
ચંદ્રવદનના જય શ્રી કૃષ્ણ !
28 comments November 22, 2008
ચંદ્ર સુવિચારો ….CHANDRA-SUVICHARO
વરસાદ પાણી એક ઝરણું બને,
વહેતા ઝરણા થકી સરિતા બની,
અંતે સરિતા સાગરને મળી,
સુર્ય કિરણે સાગર-પાણી વાદળ બને,
મુશળધાર વરસાદ ફરી વરસે,
આવુંજ ચક્ર આ સંસારનું રહ્યુ,
માનવી જાણે છતાં, અજ્ઞાનતામાં એનુ જીવન ગયું.
CHANDRA-SUVICHAR
This THOUGHT is on the OBSERVATION that the RAINWATER falling on the Earth becomes a SMALL SPRING which in turn becomes a RIVER & eventually the river joins the OCEAN & becomes inseparable from it..& then the ocean-water with the heat of the SUN becomes the CLOUDS from which the REBIRTH of the RAIN. This ever repeating cycle is then compared with the HUMANS…..Humans know the TRUTH but inspite of that he chooses to be IGNORANT of the ETERNAL TRUTH….THE DIVINE & goes on the WRONG PATH during his LIFETIME on this EARTH.
May the READERS of this post carry this message from this SUVICHAR !
CHANDRAVADAN.
બે શબ્દો
9 comments November 16, 2008
આદિલને અંજલી

આદિલને અંજલી
બે શબ્દો
ગુજરાતી સહિત્યના લોકપ્રિય અને પ્રસિધ્ધ, અને ગઝલકાર આદિલ મન્સુરીનું અવસાન હ્રદયરોગના હુમલાથી અમેરીકાના ન્યુજર્શીમાં તારીખ નવેમ્બર,૭,૨૦૦૮ના રોજ થયું. એમણે એમની ૭૨ વર્ષની ઉમરમાં ગુજરાતી સાહિત્ય જગતે એક ઊંચી પદવી મેળવી. એમના અનેક કાર્યોમાં એમની ગઝલોએ તો અનેકના દિલો જીતી લીધા હતા. એમની ગઝલોની મહેક તો જગતમાં હંમેશા રહેશે…..એમણે આપેલ સાહિત્ય-પ્રસાદીની યાદમાં જ એમને ખરી અંજલી છે ! એમાં જ એમની અમરતા છે ! એમના પરિવારને ખુદા શક્તિ બક્ષે. ગુજરાતી બ્લોગ જગતે તેમજ અખબારોમાં આદિલભાઈ બારે અનેકે લખ્યું હોવા છતા આ ” બે શબ્દો ” અને ” અંજલી કાવ્ય ” મારી સાઈટ મુંકવાની ઈચ્છાને હું પુર્ણ કરુ છું, અને એથી મને સંતોશ છે. પરિવારના સૌને મારી DEEPEST SYMPATHY. ….ચંદ્રવદન
7 comments November 12, 2008
વ્રુંદાવનમા મોરલીઓ નાચે

4 comments November 10, 2008
પ્રેસીડન્ટ ઓબામા (OBAMA )

પ્રેસીડન્ટ ઓબામા (OBAMA )
મંગળવાર,નવેમ્બર,૪, ૨૦૦૮નો દિવસ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરીકા (U.S.A. )નો એક ઐતિહાસીક દિવસ બની ગયો…..આ દિવસે અમેરીકાના પ્રેસીડન્ટ માટે ચુંટણી થઈ અને બરાક ઓબામા (BARACK OBAMA )એ વિજય મેળવી અમેરીકાના પ્રથંમ આફ્રિકન-અમેરીકન પ્રેસીડન્ટ બન્યા. અમેરીકાની ડેમોક્રાટીક પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા. ઓબામાનું જીવન જોઈએ તો એક ગરીબ કુટુંબે એમનો જન્મ,માતા અમેરીકન વાઈટ અને પિતા કેન્યા,આફ્રીકાના વતની અને, ગરીબાઈમાં દાદા- દાદીની છત્રછાયામાં મોટા થયા, અને ઉચ્ચ ભણતર મેળવ્યું, અને રજકીય છેત્રે અમેરીકાના એક સેનેટર બન્યા……અને,ત્યારબાદ ડેમોક્રાટીક પાર્ટીના ઉમેદવાર બન્યા એ કંઈ નાની વાત નથી…..અને, અંતે,ચુંટણીમાં વિજય મેળવી પ્રેસીડન્ટ બન્યા. અહી, અમેરીકાએ વિશ્વને બતાવ્યું કે અહી અમેરીકામાં ડેઓક્રસી જીવતી જાગતી છે. હવે, ઓબામા અમેરીકાના પ્રેસીડન્ટ તરીકે કેવી રીતે કાર્ય કરે તે અમેરીકા અને વિશ્વને જોવાનું છે…..” ઈકોનોમીક ક્રાઈસીસ “ને કેવી રીતે હટાવે, વિશ્વના અન્ય દેશો સાથે કેવું વર્તન રાખે,અને, અમેરીકામાં રાજકીય એકતા સાથે સફળતા સહીત કેટલા કાર્યો કરે એ બધું જોવાનું રહે છે. આ ૨૦૦૮ના ” ઐતિહાસીક જનરલ ઈલેકશન ” માં હું, મારી પત્ની તેમજ મારી દીકરીઓ અમારો મત (VOTE ) આપી શક્યા એ માટે હૈયે એક અનોખો આનંદ છે. ઓબામાને અમારા અભિનંદન !
8 comments November 5, 2008
જલારામ જયંતિ

જલારામ જયંતિ
Today it is Jalaram Jayanti….I had published a New Post with a Kavya ( Poem ) on Jalarambapa, whom I respect as my Guru. This post on his Birth Anniversary is my PRATHNA to him & I extend my prayers for his Blessings to ALL ! CHANDRAVADAN
3 comments November 5, 2008




