Archive for October 29th, 2008

નુતન વર્ષાભિનંદન……HAPPY NEW YEAR

Happy Diwali! An elegant ecard to wish wisdom, prosperity and happiness on Diwali. 
 

નુતન વર્ષાભિનંદન……HAPPY NEW YEAR

આજે બુધવાર, ઓકટોબર,૨૯,૨૦૦૮ અને કર્તિક સુદ એકમ ૨૦૬૫ …યાને નવા વર્ષનો શુભ દિવસ. મને આનંદ છે તેમ તમને પણ આનંદ હશે જ ! ગઈ કાલે દિવાળીના દિવસે તમે સવારે વહેલા ઉઠ્યા અને પ્રભુને પ્રાર્થના પણ કરી હશે. તમે ફક્ત તમારા માટે કે તમારા પરિવાર માટે જ પ્રાર્થના કરી હોય તો મારી વિનંતી છે કે તમે ફરી પ્રભુ સાથે હ્રદયભાવે વાર્તાલાપ ( એ જ પ્રાર્થના ) કરો અને અન્યની સુખ્ શાંતી  માટે ” બે શબ્દો ” ભરી માંગ કરો….બસ, આટલું તમે કરશો તો મને ખુબ જ આનંદ હશે ! હવે, થોડો સમય તમે આનંદ માળ્યો……હવે, એક શાંત વાતાવરણમાં બેસી વિચારો…..આગલું વર્ષ કેવું ગયું ? શું કર્યું ? જે કંઈ કર્યું તેમાં કઈક સારૂ કર્યું ? જે કંઈ સારૂ કર્યું તેમાં ફક્ત તમારૂ કે તમારા પરિવારનું જ ભલુ હતું કે તમે અન્ય માટે પણ ભલુ કર્યું ? નિશ્વાર્થે જે કંઈ થોડું કર્યું હોય તો નવા વર્ષે વધુ કરવા સંક્લપ કરો…..અહી, મારૂ જ કાવ્ય જે મેં એક પોસ્ટરૂપે પ્રગટ કર્યું હતું તે યાદ આવ્યું અને ફરી પ્રગટ કર્યું છે. થોડા દિવસો પહેલા એક કાવ્ય રચના દ્વારા મેં આપ સૌને ” દિવાળી મુબારક ” અને ” નુતન વર્ષાભિનંદન ” પાઠવ્યા હોવા છતા આજે નવા વર્ષ ના શુભ દિવસે ફરી સાઈટ પર આવી શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું તે સ્વીકારશો………ચંદ્રવદન

નવા વર્ષના સંક્લ્પો
 images.jpg 

નવું વર્ષતો આવશે, જાશે અને ફરી આવશે,
અને, નવા વર્ષે કંઈક સંક્લ્પો તમારા હશે,
કરજો સંકલ્પો એવાં કે તમ જીવન સફળ બને !
પ્રથમ તમ દેહને નિહાળો તમે,
એ દેહની કાળજી રાખી છે તમે ?
નિયમીત હલંનચલન અને યોગ્ય ખોરાક,પાણી, દવા આપી
                             સેવા કરી છે દેહની ?
અચાનક દર્દ કે જાણેલ બિમારી માટે દવા ઈલાજો ભરી
                             સેવા કરી છે દેહની ?
સ્નાન,સ્વચ્છતાં અને યોગ્ય પહેરવેશ દ્વારા દેખભાળ
                                   કરી છે દેહની ?
કંઈક ખોટું કર્યું દેહ માટે,
તો, સંકલ્પ કરો કે ભૂલ એવી ના કરી દેહને સંભાળશો તમે!
                                   નવું વર્ષતો આવશે …(1)
હવે, તમ હ્રદય-આત્મા ને નિહાળો તમે,
હ્રદય-આત્માની કાળજી રાખી છે તમે ?
દુ:ખી,ગરીબ,ભુખ્યાને નિહાળી દયા,સેવા ભાવના પ્રગટાવી
                                          કદી હ્રદયમાં ?
અસ્ત્ય,ક્રોધ, અભિમાન કરી વેદના કરી આત્મમાં
જનક્લ્યાણ ભરી સેવા,પ્રભુશ્રધ્ધા ભરી ભક્તિ ભરી
                                       કદી હ્રદય-આત્મમાં ?
કંઈક ખોટું કર્યુ હ્રદય આત્મા માટે,
તો, સંકલ્પ કરો
 કે ભૂલ એવી ના કરી હ્રદય-આત્મા સંભાળશો તમે!
                                   નવું વર્ષતો આવશે … (2)
હર નવા વર્ષે સંકલ્પો કરતાં રહો તમો,
સંકલ્પો કરો એવાં કે જીવનમાં મધુરતા પામો તમો,
બસ, ચંદ્ર અરજ આટલી સ્વીકારી, જીવન સફળ કરજો તમો !
કાવ્ય રચના                               ડો.ચંદ્રવદન
ડીસેંમ્બર ૧૬, ૨૦૦૪   
 
 

29 comments October 29, 2008


Meta

Recent Comments

નટવર મહેતા on રમેશભાઈને અભિનંદન
Govind Maru on રમેશભાઈને અભિનંદન
pragnaju on રમેશભાઈને અભિનંદન
rekha sindhal on રમેશભાઈને અભિનંદન
સુરેશ on રમેશભાઈને અભિનંદન

Top Posts

Recent Posts

Blog Stats

 

October 2008
M T W T F S S
« Sep   Nov »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked