Archive for October 25th, 2008

ગુજરાતી ઘરે દિવાળી અને નવા વર્ષનો આનંદ

 
 

ગુજરાતી ઘરે દિવાળી અને નવા વર્ષનો આનંદ

” દિવાળી આવશે ” એવા વિચારે, ઘરમાં આનંદ આનંદ થાય જો !
ઘરે ઘરે દિવાળીની તૈયારીઓ હોશે હોશે થાય જો !….૧
જે આનંદ નારીઓના હૈયે, એનું વર્ણન કેમ થાય જો ?
અને, બાળકોના હૈયે આનંદભરી આશાઓ વહેતી જાય જો !…૨
ઘર ઘરે નવી નવી મિઠાઈઓ સાથે ગુગરા કદી ના ભુલાય જો !
વાનગીઓ ખાવાની આશાઓ સાથે, ફટાકડા ફોડવા બાળકો તલપાપડ થાય જો !….૩
નારી- બાળ આનંદ સાથે, પુરૂષો પણ હૈયે ખુશીઓ લાવે જો !
નવા વર્ષના નવા નવા કપડા ખરીદી સાથે, મિઠાઈ ફટાકડા લાવે જો !….૪
હજુ દિવાળીનો દિવસ નહી ને દીવડા જ્યોત હોય જો !
એવા આંનંદમય વાતાવરણે, ચિંતાઓ દુર ભાગે જો !….૫
“લક્ષ્મી પુજન ” “ચોપડા પુજન ” સાથે, ગુજરાતી પરિવારે ભક્તિરસ ઉભરાય જો !
અને, નવા વર્ષને ભેટવા, સૌ આનંદમય હોય જો !…..૬
બસ, આવા વિચારોમાં ડુબી, ચંદ્રહૈયેથી આનંદ છલકાય જો !
” દિવાળી મુબારક ” અને ” નુતન વર્ષાભિનંદન ” સૌને કહેતો જાય જો !….૭
 
કાવ્ય રચના…..ઓકટોબર, ૧૦, ૨૦૦૮         ચંદ્રવદન 
 
 

બે શબ્દો

આજે દિવાળીનો શુભ દિવસ અને આ કાવ્ય રચના પ્રગટ કરતા ઘણો જ
આનંદ થાય છે…સૌને દિવાળીની શુભેચ્છાઓ અને નવું વર્ષ સર્વ પ્રકારે
આનંદમય, તંદુરસ્તીભર્યું અને લાભભર્યું નિવડે એવી મારી અંતરની
પ્રાથના છે……..ચંદ્રવદન
 
GREETINGS
As of October, 28th 2008 it the DIWALI & then the new Year of 2065 begins on October, 29th 2008.
WISHING YOU ALL HAPPY DIWALI & A PROSPEROUS NEW YEAR !
Dr.Chandravadan Mistry & Family.
ORIGINALLY INTENDED TO PUBLISH THIS POST ON THE DIWALI DAY….BUT NOW I AM PUBLISHING A BIT EARLIER DURING THE HAPPY PRE-DIWALI PERIOD & EXTENDING MY GREETINGS TO YOU ALL!
 
TODAY it is Saturday, October, 25th & it is VAAGBARASH…..& TOMORROW it wil be Sunday, October,26th & DHANTERASH……All the BEST WISHES !
 

18 comments October 25, 2008


Meta

Recent Comments

નટવર મહેતા on રમેશભાઈને અભિનંદન
Govind Maru on રમેશભાઈને અભિનંદન
pragnaju on રમેશભાઈને અભિનંદન
rekha sindhal on રમેશભાઈને અભિનંદન
સુરેશ on રમેશભાઈને અભિનંદન

Top Posts

Recent Posts

Blog Stats

 

October 2008
M T W T F S S
« Sep   Nov »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked