Archive for October 24th, 2008
જન્મ જયંતિ…શરદ પુનમ અને હું
જન્મ જયંતિ…શરદ પુનમ અને હું
આજે મારી તો આવતી કાલે તમારી..અને ગઈ કાલે કોઈની હશે.
આ પ્રમાણે, માનવીઓ આ જગતમાં જીવતા જીવતા ખુશી માણે.
કિન્તુ, પશુ,પ્રાણી, દરેક જીવનો જન્મ થયાના કારણે સૌની
” જન્મ જયંતિ ” તો હોય જ….શું માનવીઓ સિવાય બીજા જીવો
એને ઉજવતા હશે ? ખુશી અનુભવતા હશે ? કોઈ કહેશે કે આવો
પ્રષ્ન કરવો યોગ્ય ના કહેવાય…ત્યારે હું પ્રષ્ન કરૂં કે આપણા પુરાણોમાં
પુર્વ જન્મના ઉલ્લેખે પ્રાણી-વાચાનો ઉલ્લેખ કેમ કર્યો છે ?
ચાલો હવે, મારી જ વાત કરૂં….મારો જન્મ ઓકટોબર માસે અને
તારીખ પ્રમાણે એક જ દિવસ કિન્તુ, તીથી પ્રમાણે આ બેનો મેળ ના
રહે…તો શું જીવનના ઉલ્લેખમાં હવે તારીખનું મહત્વ વધ્યું ?
અને, આ વિષયે, મારો જન્મ ૧૯૪૩માં શરદ પુનમ ના દિવસે
થયો હતો. આગલી પોસ્ટમાં ” શરદ પુનમની રાતે કાનો રાસ રમે “ના
કાવ્ય સાથે લખેલ ‘ બે શબ્દો “માં મેં લખ્યું હતું કે શરદ પુનમના
દિવસે મને ખુબ જ ખુશી હોય અને કારણ કહ્યું ન હતું…..તો, હવે,
તમે જાણી ગયા ને?
આ વર્ષ મારી ૬૫મી જન્મ જયંતિ…..પણ, હું તો ઓછી વય
ગણું છું…..૧૯૮૯ના સેપ્ટેમ્બર ૧૭ના દિવસે જ્યારે પ્રભુક્રુપા
થકી મારૂં સફળતા સહીત હાર્ટનું ઓપરેશન થયેલ અને મને
નવજીવન મળેલું ત્યારથી ફરી જન્મ ગણી હું પોતાને એક
બાળરૂપે નિહાળું છું. તો. એ આધારીત. ફક્ત ૧૯ વર્ષ થયા !
જય શ્રી કૃષ્ણ ! ….ચંદ્રવદન
FEW WORDS
This post was to be published earlier after SHADAD POONAM…..but I was away for several days away & just returned from SOUTH CAROLINA & I was wondering whether to publish it OR not……Then, I decided to publish it as a NEW POST…..I hope you all will receive it well…..Jai Shree Krishna! >>>CHANDRAVADAN
BIRTHDAY…SHARAD POONAM & ME
I was born in Gujarat, India at Vesma..It was the month
of October & as per TITHI it was the day of SHARAD POONAN.
Now, you can understand my personal happiness each year
on the day of Sharad Poonan Yes, the Date I wss born do not match
with Sharad Poonam Day but as long as I live Sharad Poonam
Day will remain in my heart as the BIRTHDAY !
CHANDRAVADAN
10 comments October 24, 2008
