Archive for October 14th, 2008

શરદ પુનમની રાતે કાનો રાસ રમે

 

 
 
 
 

શરદ પુનમની રાતે કાનો રાસ રમે

શરદ પુનમની રાતલડીએ…કાનો મારો તો રાસ રમે, રાસ રમે,
કાનો તો વ્રંદાવનમાં જાય રે રાધા સંગે,
એ તો રાસ રમે રાધા સંગે, રાધા સંગે,
હાલો….જોવાને જઈએ, જોવાને જઈએ !…..શરદ…૧
કાનો તો વ્રંદાવનમાં હવે ગોપ-ગોપીઓ સંગે,
એ તો રાસ રમે ગોપ-ગોપીઓ સંગે, ગોપ-ગોપીઓ સંગે,
હાલો…જોવાને જઈએ, જોવાને જઈએ !…શરદ….૨
આવ્યું છે જોવાને સારૂ ગોકુળીયુ ગામ રે
આવ્યા છે જોવાને દેવ-દેવીઓ આજ રે,
હાલો…જોવાને જઈએ, જોવાને જઈએ !….શરદ….૩
જાશો તમે તો કાનો મારો રમશે તમારી સંગે,
અને, ચંદ્ર કહે…તરશો તમે આ ભવસાગર કાના સંગે,
હાલો….જોવાને જઈએ, જોવાને જઈએ !….શરદ….૪
કાવ્ય રચના…ઓકટોબર, ૮, ૨૦૦૮   ચંદ્રવદન
 
 

બે શબ્દો

આજે શરદ પુનમના દિવસે આ પોસ્ટ પ્રગટ કરતા આનંદ થાય છે.
નવરાત્રી બાદ, આ શુભ દિવસ મારા હૈયામાંથી કદી ભુલાય તેમ નથી.
એનું શું કારણ એ આજે કહેવું નથી.
આ કાવ્ય રચનામાં શરદ પુનમ સાથે કાનાને જોડી મેં આપ સૌને
કૃષ્ણ- ક્રુપા મેળવવા બોલાવ્યા છે….તો, જરૂર વેબસાઈટ પર આવી
રચના વાંચી હૈયે કૃષ્ણ-સ્મરણ કરશો તો મને ખુબ જ ખુશી હશે.
જય શ્રી કૃષ્ણ સૌને ! …….ચંદ્રવદન
 
 
 
 
 
 

6 comments October 14, 2008


Meta

Recent Comments

નટવર મહેતા on રમેશભાઈને અભિનંદન
Govind Maru on રમેશભાઈને અભિનંદન
pragnaju on રમેશભાઈને અભિનંદન
rekha sindhal on રમેશભાઈને અભિનંદન
સુરેશ on રમેશભાઈને અભિનંદન

Top Posts

Recent Posts

Blog Stats

 

October 2008
M T W T F S S
« Sep   Nov »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked