Archive for August, 2008
સંસારનો ગીતા પાઠ

સંસારનો ગીતા પાઠ
બે શબ્દો
6 comments August 30, 2008
રાધા- કૃષ્ણ
રાધા- કૃષ્ણ
બે શબ્દો
8 comments August 28, 2008
બાળ કાનો

બે શબ્દો
2 comments August 26, 2008
ગોકુળ અષ્ઠમીનો દિવસ
ગોકુળ અષ્ઠમીનો દિવસ

ગોકુળ અષ્ઠમી રે આજે, ગોકુળ અષ્ઠમી રે આજે,
બન્યો હું તો ગાંડો ઘેલો કાના, તેરે કાજે (ટેક)
શ્રાવણ માસ ને અષ્ઠમીની રે રાત,
આજ કાનાના જન્મની બની ગઈ રે વાત,
ગોકુળ અષ્ઠમી રે… (૧)
કાનાના જન્મ સમયે ચમત્કાર રે હોય,
ઓઢી ચાદર નિંદરની જેલમાં સૌએ,
બાલરૂદન નું ન જાણે કોઈ,
ગોકુળ અષ્ઠમી રે… (૨)
મેઘ ઘમઘમ વરસે ને વાસુદેવ જમના
ઓળંગે રાખી ટોપલી માથે,
શેષ નાગની છત્રછાયા લઈ,
કાનો નીકળે નદીની બહારે,
ગોકુળ અષ્ઠમી રે… (૩)
મારો કાનો છે હવે ગોકુળીયા ગામે રે,
એતો હસી રહ્યો છે માત-જશોદાની સાથે રે,
ગોકુળ અષ્ઠમી રે… (૪)
ચંદ્ર કહે, કાનો આવ્યો છે જગમાં લીલા રે કરવા,
પ્રેમથી હાલરડું ગાજો તમે, આ ભવસાગર તરવા,
ગોકુળ અષ્ઠમી રે…(૫)
કાવ્ય રચના
સપ્ટેઁમ્બર ૩,૧૯૮૮
આજે શ્રાવણ વદ સાતમ અને શનિવાર અને ઓગસ્ટની ૨૩,૨૦૦૮…..અને મધ્યરાત્રી બાદ રવિવાર ઓગસ્ટ ૨૪ ૨૦૦૮ અને શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્ણનો જન્મદિવસ યાને જન્માષ્ઠમીનો શુભદિવસ. આ દિવસ માટે ગોકુળ અષ્ઠમી નામે મેં એક કાવ્ય રચના લખેલી તે પ્રગટ કરતા એક અનોખો આનંદ થાય છે.
જે કોઈ મારી વેબસાઈટ આવી આ રચના વાંચે તેઓ સૌ રચનામાં થયેલ ભુલો સુધારી મારા અંતરભાવોનો સ્વીકાર કરે એવી નમ્રવિનંતી.
સૌને જય શ્રી કૃષ્ણ !……..ચંદ્રવદન
9 comments August 23, 2008
ચંદ્ર સુવિચારો
ચંદ્ર સુવિચારો
“મૌનતા”
કડવા શબ્દો મત કહો, ધન્ય છે તમ મૌનતા !
અસત્ય નિભાવ્યું જો તમે, ધિક્કાર છે તમ મૌનતા !
11 comments August 21, 2008
ચંદ્રવિચારો શબ્દોમાં (૩ )
ચંદ્રવિચારો શબ્દોમાં (૩ )
……………………………..
તારીખ ઓગસ્ટ,૧૧, ૨૦૦૮એટલે થોડા દિવસો પહેલા જ ‘ ચંદ્રવિચારો શબ્દોમાં ‘ પ્રગટ કર્યા બાદ પથંમ ‘ ભારતની આઝાદી ‘ અને ત્યાર બાદ ‘ રક્ષાબંધન ” નું કાવ્ય પ્રગટ કર્યું……અને, વિચારતો હતો કે બીજૂં કાવ્ય સાઈટ પર મુકું કિન્તુ,રક્ષાબંધનના કાવ્ય માટે જે પ્રતિભાવો વાંચ્યા કે મારા કોઈક સ્નેહી દ્વારા જે કંઈ વાંચ્યું તેનો કેદી થઈને આજે મારા વિચારો શબ્દોમાં ફરી પ્રગટ કરી રહ્યો છું.
પ્રથંમ, રશાબંધનના કાવ્ય બાદ, નિતાબેનના પ્રતિભાવથી મારૂં મન વિચારોમાં ડુબી ગયું. એમણે લખ્યું હતું કે…”આવી રીતે ભાઈ બનવાથી ભાઈ નહી થવાય ‘……અને એક પ્રશ્રરૂપે લખ્યું…..’સમય સમય પર પૂછ્યા કરીને મારા જેવી બેનને સંભાળી શકશો ? ‘…આ શબ્દો મારા હ્રદયના ઊંડાણે પહોંચી ગયા.’પણ, હું કોનો ભાઈ ? ” એ પ્રથંમ સવાલ.મારા માતાપિતાને પ્રથંમ પુત્રરૂપે મારા મોટાભાઈ અને ત્યારબાદ બે બેનો અને એ ભાઈઓનું અકાળ બાળ-અવસ્થામાં અવસાન…અને ૧૭-૧૮ વર્ષો બાદ મારો જન્મ…..તો, હકિકતે મારા ભાગ્યમાં કોઈ સગી બેન નહી. આવા સત્યને યાદ કરતા હું નિરાશા તરફ ના હતો કારણ કે મારા જન્મ સમયે ફળિયાના એક કુટુંબે જાણે પ્રભુ પાસે લઈ ભિક્ષારૂપે મારી માતાને આપ્યો..જે થકી એ મારી દેવીમાતા બની અને એમની દિકરી એ મારી બેન થઈ…..હું નાનો હતો ત્યારથી એ બેન તરફથી રક્ષા આવતી ત્યારે એ બાંધી જે આનંદ અનુભવતો તેને શબ્દોમાં કેમ કહી શકું ? આથી, નિતાબેનના શબ્દો વાંચી હું ફરી ફરી પોતાને ફરી સમજવા માંગતો હતો….ત્યારે મારી જ કાવ્ય રચનાને યાદ કરી જે જે લખ્યું તેનું યાદ કરી એ નિર્ણય પર આવ્યો કે જે મેં લખ્યું હતું તે મારા હ્રદયના ઉંડાણમાંથી હતું ” જે કોઈ મને એક ભાઈરૂપે નિહાળે તેઓ સૌ માટે હું ખરેખર ભાઈ જ છું..એ જ પરમ સત્ય છે ! “
હવે, વાત કરીએ એક સ્નેહીના ઈમેઈલ બારે,,…..એમને મારી રચના ગમી કિન્તુ, જે કોઈ ગુજરાતીમાં ના વાંચી શકે તેઓને રક્ષાબંધનનું મહત્વ કેમ સમજાવવું…એને એ ભાવે અંગ્રેજી ભાષાંતરની આશા દર્શાવી……બીજા સ્નેહીને લખ્યું. મને પણ ભાષાંતર કરવાનું મન થયું અને જે શક્ય થયું તે પણ પ્રગટ કર્યું છે.
લી. ચંદ્રવદન
RAXAABANDHAN
11 comments August 18, 2008
રક્ષા બંધન
રક્ષા બંધન
…………………
શ્રાવણ સુદ પુનમનો શુભ દિવસ છે આજે,
રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે આજે,
સંસારના સર્વે ભઈ-બેનોને વંદન છે મારા આજે !
હિન્દુ સંસ્ક્રુતિમાં તહેવાર આ રક્ષાબંધનનો છે,
જ્યારે બેન-ભાઈનો પ્રેમ ઉજવાય છે,
કેટલી મહાન સંસ્ક્રુતિ કહેવાય જો !……..(૧)
એક બેનડી શુભેચ્છાઓ ભૈયા માટે હૈયે ભરી,
પ્રેમપ્રતિકરૂપે ભૈયાહસ્તે બાંધે રાખડી, મસ્તકે તિલક કરી,
મિઠાઈ ભૈયાને ખવડાવતા બેનડી હૈયુ હરખાય જો !…….(૨)
ભેટી બેનડીને ભૈયા શુભ્છાઓ છે બેનડી માટે,
રાખી બેનડીને હાથમાં, ભૈયા-પ્રાથનાઓ છે બેનડીરક્ષા માટે,
પ્રેમપ્રતિકરૂપે કંઈક આપતા,ભૈયાનું હૈયુ હરખાય જો !……..(૩)
ભલે, હિન્દુ ધર્મના કુરિવાજો નાબુદ થતા રહે,
કિન્તુ, રક્ષાબંધનની સાંસ્ક્રુતિક પરંમપરા અમર રહે,
બસ, આટલી આશા હૈયે ભરતા ચંદ્રહૈયુ હરખાય જો !………(૪)
કાવ્ય રચના ઃ ઓગસ્ટ્૧૩ ,૨૦૦૮ ચંદ્રવદન
આજે શનિવાર અને ઓગસ્ટ ૧૬ ૨૦૦૮ના દિવસે રક્ષાબંધન છે અને આ રચના વેબસાઈટ પર પ્રગટ કરતા આનંદ
થાય છે. વિશ્વના સૌ ભાઈ-બેનોને મારા વંદન !….જે કોઈ મને એક ભાઈ સ્વરૂપે નિહાળે તેઓ સૌને મારો ભાત્રુપ્રેમ !
ચંદ્રવદન
11 comments August 16, 2008
ભારતની આઝાદી
I LOVE INDIA
Happy Independence Day…….
VANDE …………………………..MATARAM
JAI H
JAI HIN JA
JAI HIND JAI HI
JAI HIND JAI H
JAI HIND JAI HI
JAI HIND JAI
JAI HIND JAI
JAI HIND JAI
JAI HIND
JAI HIND J
JAI HIND JAI H
JAI HIND JAI HIN
JAI HIND JAI HIN JAI H
JAI HIND JAI HIND J JAI HIND J
JAI HIND JAI HIND JAI H J JAI HIND J
JAI HIND JAI HIND JAI HIND JAI JA JAI HIND JAI
JAI HIND JAI HIND JAI HIND JAI HIND J JA JAI HIND
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIN
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND J JAI HIND JAI
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI
JAI HI JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIN JAI HI
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI H
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI JAI
JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI HIN J
JAI HI JAI HIND JAI HIND JAI HIND JAI HIND JAI
JAI H JAI HIND JAI HIND JAI HIND JAI HIND J
JAI HIND JAI HIND JAI HIND JAI HIND
JAI HIND JAI HIND JAI HIND JAI HIND
JAI HIND JAI HIND JAI HIND JAI
JAI HIND JAI HIND JAI HIND JAI
JAI HIND JAI HIND JAI HIND J
JAI HIND JAI HIND JAI HIND
JAI HIND JAI HIND JAI HIN
JAI HIND JAI HIND JAI HI
JAI HIND JAI HIND JA
JAI HIND JAI HIND J
JAI HIND JAI HIN
JAI HIND JAI HIN
JAI HIND JAI HI
JAI HIND JAI H
JAI HIND JAI
JAI HIND JAI
JAI HIND JAI
JAI HIND
JAI HIN
JAI HI
JAI H
JAI
JAI-HIND
W
ભારતની આઝાદી
……………………….
આજે ઓગસ્ટ, ૧૫ નો શુભ દિવસ એટલે ભારતને સ્વતત્રા મળ્યાનો દિવસ…ઘણી જ ખુશીનો દિવસ ! ઓગસ્ટ, ૧૫, ૧૯૪૭માં સ્વતંત્ર ભારતે જગતમાં જન્મ લીધૉ અને આજે ૨૦૦૮માં ૬૧ વષો પુરા થયાની ખુશી મારા હૈયે વહી રહી છે તે પ્રમાણે અનેક ભારતવાસીઓના હૈયે હશે જ !
આ શુભ દિવસને યાદ કરતા,ભારતની આ સ્વતંત્રા મેળવવા જેમણે બલીદાન આપેલ તેઓને આપણે કદી ભુલવું ના જોઈએ……ભગતસિંગ જેવા અનેક વિરલાઓએ પોતાના જાનની કુરબાની આપી હતી તે કેમ ભુલાય ?…..લોકમાન્ય તિલક જેવા અનેક નેતાઓએ સ્વતંત્રાના બીજ રોપ્યા હતા એઓને કેમ ભુલી શકીએ ?…..કવિવર રવિન્દ્ર ટગોર તેમજ અનેકે પોતાના વિચારો શબ્દોમાં મુકી જે સ્વતંત્રાની જ્યોત પ્રગટાવી હતી તે કેમ ભુલી શકીએ ?……નેતાજી સુભાશચંદ્ર બોઝે ભારતની આઝાદી માટે પરદેશમાં પૂકાર કરી હતી તે કેમ ભુલી શકીએ ?…..જવાહર, સરદાર પટેલ, રાજેન્દ્રબાબુ, રાધાક્રુષ્ણ, મૌલાના આઝાદ જેવા અનેક નેતાઓએ સ્વતંત્ર ભારતની જવાબદારી હસ્તે લીધી હતી તે કેમ ભુલી શકીએ ?………પણ, ખરેખર એક મહાન વ્યક્તિ તો મહત્મા ગાંધીજી હતા કે જેમના માર્ગદર્શનથી એક્તાનો જન્મ થયો હતો, અને સૌને શીખરે લાવી સ્વતંત્રાને સ્વપનમાંથી એક સાકાર સ્વરૂપ મળ્યું હતું…એવી મહાન પિતાસમાન વ્યક્તિને કદી પણ ભુલાય નહી !
અનેક વર્ષો ભારતે પુરા કરી આજે પ્રગતિના પંથે ભારત અનેક દેશોને માર્ગ દર્શન આપે છે એ ગૌરવની વાત છે !
ચંદ્રવદન
8 comments August 15, 2008
ચંદ્રવિચારો શબ્દોમાં ( ૨ )
ચંદ્રવિચારો શબ્દોમાં ( ૨ )
ચંદ્રવિચારો શબ્દોમાં પ્રથંમવાર ચંદ્રપૂકાર વેબસાઈટ પર જુલાઈ ૧૩ ૨૦૦૮ના રોજ મુક્યા બાદ ફરી કઈક શબ્દોમાં લખવાનું મન થાય છે. આ સમયગાળામાં ચંદ્રપૂકાર પર શું થયું ? ચંદ્રપુકાર સાઈટના હોમ પર કુલ્લ્રે ૭ પોસ્ટો પ્રગટ થઈ…….૧ દ્રોપદી- સત્યભામા સંવાદ ૨ચંદ્રસુવિચારો ૩ કાચબો સસલાની બાળવાર્તા ૪ ગાંધારી- ધ્રુતરાષ્ટ સંવાદ ૫ ચાલો ગુજરાત, ચાલો ગુજરાત ૬ બોમ્બો ફુટ્યા, બોમ્બો ફુટ્યા ગુજરાતમાં….અને ૭ કર્મ કર્તવ્ય અને ગીતા અર્થ. અનેક સાઈટ આવી વાંચવા સમય લીધો અને અનેકે એમના પ્રતિભાવો પણ આપ્યા તે માટે આનંદભર્યો આભાર.
વેબસાઈટની વાત સિવાય જગતમાં શું થયું ?……જુલાઈ માસે ગુજરાતમાં બોમ્બો ફુટ્યા અને અમેરીકાના કેલીફોર્નીઆના લોસ એંજીલીસ શહેરના વિસ્તારમાં ધરતીકંપ થયો અને જગતમાં અન્ય જગ્યાએ પણ ધરતિકપો થયાના સમાચાર જણાવા મળ્યા. શનિવાર અને ઓગસ્ટની બીજી તારીખ એટલે શ્રાવણનો પવિત્ર માસ શરૂ થયો. ઓગસ્ટ્ ૩, ૨૦૦૮ અને પ્રથંમ રવિવાર એટલે ” મિત્રતાનો દિવસ ” અને ઓગસ્ટ ૮, ૨૦૦૮ના દિવસે ચાયનાના બેજીંગ શહરે ઓલંપીક શરૂ થઈ. થોડા દિવસોમાં શનિવાર અને ઓગસ્ટ ૧૬ ૨૦૦૮ના શુભ દિવસે ‘ રક્ષાબંધન “….આ પ્રમાણે ધટનાઓ તો બનતી જ રહેવાની. કિન્તુ. એક માનવ તરીકે આપણે શું કરવું એ જ એક મહત્વનું છે…..એને જો માનવીને આનું ભાન થાય તો માનવીનું જીવન સતકર્મો તરફ વળશે એને આપોઆપ ભક્તિમાર્ગે હશે …..આવું જીવન તે ” સફળ માનવજીવન “
ચંદ્રવદન્.
6 comments August 11, 2008
કર્મ અને કર્તવ્ય ને ગીતા અર્થ
કર્મ અને કર્તવ્ય ને ગીતા અર્થ
કર્મ અને કર્તવ્ય વચ્ચે મનુષ્ય મુંઝવણે પડ્યો,
સમજાતું નથી ગીતા અર્થ શું રે રહ્યો ? ….(ટેક)
કર્મ તો સૌએ કરવું રહ્યું,
”જે કંઈ થઈ રહ્યું એ નિશ્ચિત છે” એવું પ્રભુએ કહ્યુ,
પ્રક્રુતિના ગુણો દ્વારા જો બધું થતું રહે,
તો પ્રયત્નો કરવા મિથ્યા બને ! ….મનુષ્ય… (૧)
મનુષ્યને “ઈચ્છા” રૂપી સ્વતંત્રતા મળી,
પ્રક્રુતિરૂપે ભલે જગમાં થતું રહે,
”પૂર્ણવિચારથી સ્થિર બની કરજે બધું” એવી પ્રભુશીખ સૌને
મળે….. મનુષ્ય… (૨)
પ્રક્રુતિ અનુસાર કર્મ થતું રહે ભલે,
પૂર્ણવિચાર દ્વારા જ કર્તવ્ય-સ્વરૂપ એને મળે,
ચંદ્ર કહે, ગીતા રહસ્ય છે આ બે વિચાર-બિન્દુ મહી,
જ્ઞાન જો મનુષ્ય આવું આચરે, જાણજો ગીતા જીવનમાં એણે
ગ્રહી…. મનુષ્ય… (૩)
ડો. ચંદ્રવદન
9 comments August 8, 2008
.jpg?552133)