Archive for July 24th, 2008
કાચબો સસલાની બાળવાર્તા
કાચબો સસલાની બાળવાર્તા
બાળવાર્તામાં તો હોય બોધકથા,
ચાલો, જાણીએ કાચબા સસલાની વાર્તાની બોધકથા…
જાણો છોને કાચબા સસલાની વાર્તા વિષે ?
હરીફાઈમાં સસલાની જીતમાં ” ખંત, ધીરજ “નો ઉપદેશ રહે,
હવે, આ વાર્તાને નવું સ્વરુપ આપવા બીજી હરીફાઈ રહે,……..બાળવાર્તામાં…..૧
સસલાના આગ્રહે, બીજી હરીફાઈમાં સસલો જીતે,
બોધ છેઃ” ઝડપ અને લક્ષ રાખો તો જીત તમારી જ છે! “
વાર્તા આ પૂરી થાય નહી અને ત્રીજી હરીફાઈ શક્ય બને,……..બાળવાર્તામાં……૨
નવા રસ્તે હરીફાઈ કરવા કાચબો પડકાર કરે,
અને, નવા રસ્તે નદી કારણે કાચબાની જીત રહે,
બોધ છે અહી ” આવડત જાણકારી સાથે કાર્ય કરતા સફળતા જરુર મળે, “…..બાળવાર્તામાં…૩
હવે, કાચબા સસલાએ સમજી પોતપોતાના જીવનની અપુર્ણાતા,
સાથે મળી કાર્ય કરીશું તો હશે વિજય જરુર હાથમાં,
આવી સમજુતી સાથે થયેલ ચોથી હરીફાઈની છે મહાનતા,…….બાળવાર્તામાં………૪
અંતે ચંદ્ર કહે..સાંભળજો તમે છેલ્લી હરીફાઈની કથા…..
પ્રથંમ સસલો કાચબાને પીઠે બેસાડી નદી પાસે આવે,
પછી, સસલો કાચબા પીઠે બેસી નદીને પાર કરે,
અંતે, કાચબો સસલા પીઠે સવારી કરે,
મંજીલ એક સાથે આવતા ન કોઈની જીત કે હાર રહે,
અહી ઉપદેશ છે ” પ્રેમભાવે સંપ બુધ્ધિથી કાર્ય કરતા વિજય હંમેશા મળે “
અને, એવા વિજયમાં, ખુશી એક નહી પણ અનેક હૈયે વહે,……બાળવાર્તામાં……૫
કાવ્ય રચનાઃ જુલાઈ ૧૨ ૨૦૦૮ ચંદ્રવદન
આ કાવ્ય રચનાનો આધાર છે જુની જાણીતી કાચબા સસલાની બાળ વાર્તા……આ વાર્તાને મેં અંગ્રેજીમા વાલીભઈ મુસાની વેબસાઈટ વીલઅમ્સ ટેઈલ્સ પર PARABLES & FABLES નામે વાંચી અને કાવ્યરુપે લખવા પ્રેરણા મળી. સૌને કાચબા સસલાની પ્રથમ હરીફાઈ બારે જાણ હશે પણ હરીફાઈના ત્રણ સ્વરુપો બારે કદાચ અજાણતા હશે. વાર્તામાં સમાયેલ બોધોને આપણે જીવનમાં અપનાવીએ.આ કવ્ય રચના વાલીભાઈને ગમશે !……ચંદ્રવદન
7 comments July 24, 2008