Archive for June, 2008

બે સહેલીનો સંવાદ

 બે સહેલીનો સંવાદ

” વેબસાઈટ પર પેલું કાવ્ય વાંચ્યુ ? “‘એક સહેલી કહે

“હા, એ તો મારા જ શબ્દો છે ” જવાબમાં બીજી સહેલી કહે

હવે શું થશે ? હવે શું થશે ?……..૧

” હા, તારા જ કાવ્યશબ્દો છે, તો તું શું કરીશ ? “

“લખ્યું છે એમણે મારા જ શબ્દોની પ્રેરણાથી કાવ્ય થયું, તો હું કાંઈ જ ના કરીશ “

હવે શું થશે ? હવે શું થશે ?………૨

 ”પણ, અન્ય શું કહેશે, ડર તો મને એનો છે, “

“ચાલ, તો લખું છું કાવ્યરચનારને હવે નિણ્ય મારો એવો છે, “

હવે શું થશે ? હવે શું થશે ?………૩

” અરે, કવ્ય એ વેબસાઈટ પરથી ક્યાં ગયું ? “

” જરુર, ખોટૂં લાગ્યું હશે, અનુમાન મુજ હૈયે થાય એવું, “

હવે શું થશે ? હવે શું થશે ?……..૪

અંતે, ચન્દ્ર કહે…….

“અફસોસ ના કરો, જે થયું તે સારું થયું, “

અને, જે થયું તે તો પ્રભુઈચ્છાથી જ થયું “

કાવ્ય રચના; જુન, ૨૦ ૨૦૦૮ ચન્દ્રવદન

June 28, 2008 at 3:11 am 17 comments

ક્દી ના ભુલશો એવા પિતાજીને

ક્દી ના ભુલશો એવા પિતાજીને

…………………..

જુન માસે ફાધ્રસ ડે આવી ગયો

તો પિતાજીને તમે જરુર યાદ કરો

 

યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે

 યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે

કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૧)

 

યાદ કરો બચપણ યુવાનીમાં  ખીજ ધમકી પણ બતાવી હતી

યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી

કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૨)

 

યાદ કરો ને કદી ના ભુલશો પિતાજીની છત્રછાયાનો વારસો

માનનીય જે વારસામાં મળ્યો અઢળક વ્હાલનો આસરો

કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે…(૩)

 

ભાવથી હ્રદય ભરી શીશ નમાવી પિતાજીને વંદન કરો

મેળવી આશીર્વાદો એમના, જીવન તમારું ધન્ય કરો

ચન્દ્ર કહે કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે..(૪)

કાવ્ય રચના

જુન ૧ ૨૦૦૮                        ચન્દ્રવદન

 

 

  જુન માસે રવિવાર ૧૫ તારીખે  ફાધ્રસ ડે યાને પિતાજીનો દિવસ છે. એ યાદ કરી આ રચના મુંકી છે. આશા એટલી જ કે સૌ પિતાજીને યાદ કરી પ્રાથના કરે…ફક્ત આ દિવસે નહી પણ હંમેશા યાદ કરતા રહે.

June 1, 2008 at 12:44 pm 56 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 78 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 129,576 hits

Disclimer

 

June 2008
M T W T F S S
« May   Jul »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Follow

Get every new post delivered to your Inbox.

Join 78 other followers