Archive for December, 2007

નવા વર્ષના સંક્લ્પો

 images.jpg 

નવું વર્ષતો આવશે, જાશે અને ફરી આવશે,

અને, નવા વર્ષે કંઈક સંક્લ્પો તમારા હશે,

કરજો સંકલ્પો એવાં કે તમ જીવન સફળ બને !

પ્રથમ તમ દેહને નિહાળો તમે,

એ દેહની કાળજી રાખી છે તમે ?

નિયમીત હલંનચલન અને યોગ્ય ખોરાક,પાણી, દવા આપી

                             સેવા કરી છે દેહની ?

અચાનક દર્દ કે જાણેલ બિમારી માટે દવા ઈલાજો ભરી

                             સેવા કરી છે દેહની ?

સ્નાન,સ્વચ્છતાં અને યોગ્ય પહેરવેશ દ્વારા દેખભાળ

                                   કરી છે દેહની ?

કંઈક ખોટું કર્યું દેહ માટે,

તો, સંકલ્પ કરો કે ભૂલ એવી ના કરી દેહને સંભાળશો તમે!

                                   નવું વર્ષતો આવશે …(1)

હવે, તમ હ્રદય-આત્મા ને નિહાળો તમે,

હ્રદય-આત્માની કાળજી રાખી છે તમે ?

દુ:ખી,ગરીબ,ભુખ્યાને નિહાળી દયા,સેવા ભાવના પ્રગટાવી

                                          કદી હ્રદયમાં ?

અસ્ત્ય,ક્રોધ, અભિમાન કરી વેદના કરી આત્મમાં

જનક્લ્યાણ ભરી સેવા,પ્રભુશ્રધ્ધા ભરી ભક્તિ ભરી

                                       કદી હ્રદય-આત્મમાં ?

કંઈક ખોટું કર્યુ હ્રદય આત્મા માટે,

તો, સંકલ્પ કરો

 કે ભૂલ એવી ના કરી હ્રદય-આત્મા સંભાળશો તમે!

                                   નવું વર્ષતો આવશે … (2)

હર નવા વર્ષે સંકલ્પો કરતાં રહો તમો,

સંકલ્પો કરો એવાં કે જીવનમાં મધુરતા પામો તમો,

બસ, ચંદ્ર અરજ આટલી સ્વીકારી, જીવન સફળ કરજો તમો !

કાવ્ય રચના                               ડો.ચંદ્રવદન

ડીસેંમ્બર ૧૬, ૨૦૦૪

8 comments December 4, 2007

મનુષ્ય જીવન સફળતા

 સુર્ય ના હોય તો……..

              દિવસનો પ્રકાશના હોય,

ચંદ્રમાં ના હોય તો……

              રાત્રીની મધુર ચાંદની ના હોય,

હવા-પાણી-અન્ન ના હોય તો….

              જીવીત ચીજ ના હોય,

કિંન્તુ………….

બ્રહ્માંડનું સર્જન કરતા,

               પ્રભુએ સર્વ દીધું,

પ્રભુ ગુણલા લાવા (ગાવા),

                 મનુષ્યે પ્રભુનામ સ્મરણ કીધું,

આવી સ્મરણાગતીમાં,

                  મનુષ્યે પ્રભુ શરણું લીધુ,

ચંદ્ર કહે મુક્તિ પ્રદાનમાં,

                   મનુષ્ય જીવન તો સફણ થયું.

કાવ્ય રચના

મે ૨૭,૨૦૦૩

                                     ડો.ચંદ્રવદન

5 comments December 4, 2007

પ્રાર્થના અધૂરી કે કરે તું કસોટી

 પ્રભુ,પ્રાર્થના મારી અધૂરી ,

કે, કરે તું મારી કસોટી ? (ટેક)

કહે એક દીકરી, લગ્ન કરવાં નથી,

હમોથી દૂર એ તો ભાગે,

આશાઓ એટલીજ એ રહે અમારી સાથે,

આપજે દિવ્ય પ્રકાશ એને ઓ રે પ્રભુજી !

               પ્રભુ,પ્રાર્થના મારી ….(1)

માંગી રહે એક દીકરી સંતાન સુખ,

પ્રાર્થનાઓ સહીત કર્યું એણે બધુ,

અને, કરી રહી છે કાલાવાલા તને હજુ,

કરજે આશાઓ પુરી એની, ઓ રે પ્રભુજી

                પ્રભુ,પ્રાર્થના મારી …(2)

હું દાસ તારો,નથી હક્ક મારો કે કંઈ માંગી શકું

છતાં, હઠીલો બની,માંગી રહ્યો છુ હું,

ક્રુપા કાજે તું જ ચરણે છે હું,

રાખજે, હવે લાજ મારી, ઓ રે પ્રભુજી

                પ્રભુ,પ્રાર્થના મારી…(3)

કાવ્ય રચના

 મે ૨૧, ૨૦૦૧

                                 ડો.ચંદ્રવદન

7 comments December 4, 2007

તમને સમય નથી !

 તમને સમય નથી,

કોણે કહ્યું આપણા વચ્ચે સબંધ નથી ! (ટેક)

અચકાતાં અચકાતાં પગલું ભર્યું,

તો, નજર ફેરવી દીધી તમે,

અરે…ત્યારે શરમ વચ્ચે પડી ! … તમને સમય નથી (1)

ધીરે ધીરે તમ હાથ પકડ્યો જ્યારે,

તો, ઉભા થઈ પીઠ ફેરવી દીધી તમે,

અરે..ત્યારે ભયભીત તમ કાયા બની.. તમને સમય નથી(૨)

મધૂસ્વરે પ્રેમથી બોલાવ્યા,

તો, મુજથી દૂર ચાલી નિક્ળ્યા તમે,

અરે..ત્યારે થયું તમ હૈયે કંઈક સમજણ હશે !… તમને સમય નથી (3)

સમજી ગયા છો તમે,

તો, હવે સમય છે તમને,

અરે..ત્યારે ચંદ્ર કહે આ તો બે પ્રેમીઓની કહાણી રહી!

કાવ્ય રચના                                 ડો.ચંદ્રવદન

એપ્રિલ ૨૭,૨૦૦૪

2 comments December 4, 2007

પુરૂષાર્થ અને પ્રારબ્ધ

  

                 જ્યારે પુરૂષાર્થ હું કરતો રહ્યો’

પ્રારબ્ધ મુજને છોડીને બે ડગલા પાછું ગયુ,

કાંઈ સમજાતું નથી ! કાંઈ સમજાતું નથી !  (૧)

જ્યારે મુંઝવણોથી હું અકળાય રહ્યો,

ચંચળ મનડુ મુજને છોડીને દુર ભાગી ગયું,

હવે તો… કાંઈ સમજાતું નથી ! કાંઈ સમજાતું નથી ! (૨)

જ્યારે નિરાશામાં હું ખોવાય રહ્યો,

અંધકારે મુજ હ્રદયના ઉંડાણમાં પહોચીં ગયો,

અને હવે, કાંઈ સમજાતું હતું ! કાંઈ સમજાતું હતું ! (૩)

આત્મવિશ્વાસ વગર પુરૂષાર્થ નકામો,

તો, પ્રારબ્ધ પણ શું કરે ?

આત્મવિશ્વાસ હોય જ્યાં,

ત્યાં રહી પ્રભુશ્રધ્ધા ભરી ભક્તિ !

ચંદ્ર કહે, આ જ છે પરમ સમજણ ! આ જ છે પરમ સમજણ (૪)

કાવ્ય રચના

નવેંમ્બર ૧૧,૨૦૦૪                ડો.ચંદ્રવદન

 

3 comments December 4, 2007

ભમર ગુંજન

        એક ભમરો પુષ્પ પાસે ગુંજન કરી રહ્યો !

     પુષ્પ હવામાં ધીરે ધીરે નાચી રહ્યું

હવા લહેરમાં મહેક એની પામી રહ્યું, એક ભમરો … (૧)

      બલચાપ ભમરો પુષ્પ પર બેસી ગયો,

મસ્તક એનું નમાવી,મધુર રસ પીતો ગયો, એક ભમરો.. (૨)

ધીરેથી ભમરો મસ્તક એનું ઉંચુ કરે,

તો જાણો, ભૂખ મટી હોય એવી ખુશી મસ્તકે હોય, એક ભમરો.. (૩)

       હર્ષમાં આવી, ભમરે જોશમાં પાંખો હલાવી,

પુષ્પ છોડી,આકાશે ઉડી રહ્યો એક ભમરો…. (૪)

       પુષ્પની યાદ અચાનક આવતા, નીચે ઉતરી,

પુષ્પ ફરતે ગોળ ગોળ ચક્કરે રમી રહ્યો, એક ભમરો.. (૫)

       આ ગુંજનભરી ભમર વિદાયમાં,

પુષ્પ હવે, હર્ષથી નાચી,ફરી મહેંકી રહ્યું, એક ભમરો.. (૬)

         ચંદ્ર કહે, ગુ….ગુ….ભમર ગુંજન,

નથી સંભળાતું કાને, જો ભમર છે દૂર આકાશે હવે ! એક ભમરો. (૭)

                                       ડો.ચંદ્રવદન મિસ્ત્રી (લેંન્કેસ્ટર)

Add comment December 4, 2007

નિંદરે એની સુંદરતા

            

પથારીએ મુજ કાયા હતી અને નિંદર ઉડી જતી જાણી,

આંખ ખૂલે તે પહેલાં, કાને શ્વાસોની ધડકન હતી,

આંખો ખૂલતા, સવારના સુર્ય પ્રકાશે એ હતી! એ હતી !

નિહાળ્યુ મુખડું મનોહર, જાણે શરદ પૂનમની ચાંદની,

નયનો બંધ, ગુલાબી ગાલો વચ્ચે નાકની ફુલ કળી,

શ્વાસેશ્વાસે છાતી હલી, કિંતુ દેહ ના હલ્યો જરા,

અચાનક એ હલી,અને મુખ ફરતા દ્રશ્ય તૂટ્યું જરા !

હવે, કપાળે ચમક અને કાને કંચન શોભા એને ભરે,

    કેશ કાળા મસ્તકે તો શોભા એની વધારે !

તરસ્યો જેમ નીર પીએ એમ હ્રદય-રસ હું પીતો રહ્યો,

જરા પણ હલ્યો નહી,ડર હતો કે કદી હું એની નિંદર નો ભંગ કરી દઉં તો?

  એનું મુખદર્શન નાહી, છતાં દેહ સુંદર એનો હતો,

            જે શ્વાસેશ્વાસે હલતો હતો !

ક્યારે જાગશે ક્યારે જાગશે એવા વિચારોમાં અધીરો હું હતો,

નજર ફેરવી પાછળ તો ઘડિયાળમાં સવારના સાડા આઠનો સમય હતો.

શાંત વાતાવરણમાં ફરી હું એના વિચારોમાં તલ્લીન હતો,

ત્યાં અચાનક એ હલી અને ફરી એના મુખદર્શનનો લ્હાવો મળશે.

એના ચહેરા પર એક અનોખી શાંતિ ,સુંદરતાં એની વધારતી રહી ,

ફરી એના શ્વાસોની એક એક પળ, મારા હ્રદય ધડકનને મળી !

એના જાગવાની આશા છતાં નિંદર એને વધુ મળે એવી પ્રાર્થના હતી,

પળ પળનો સમય હવે દિવસો સમાન લાગતા, મુજ ઝંખના વધી !

ધીરજ ખૂટવા લાગી અને જાણે વિચારૂં કે નીંદ એની ભંગ કરી દઉ,

ત્યાં અચાનક આળસથી મરડતા એના દેહને હું નિહાળું.

આંખો એની ખૂલતાં, સુર્ય પ્રકાશના દર્શને ચેહરા પર કંઈક અચંબો હતો,

ઓહ, મોડું થયું એવા શબ્દોમાં શાંતિ ભંગ છતાં હાસ્ય પ્રકાશ હતો,

  એના હાસ્ય દ્વારા મારા હ્રદયમાં પ્રેમ છલકાતો હતો !

                                           ડો.ચંદ્રવદન મિસ્ત્રી (લેંન્કેસ્ટર)

1 comment December 4, 2007

બસ, આટલું જ થયું…!

         એક નારી, સુંદરતાથી ભરપુર એ હતી

નજર મારી ગઈ, જ્યાં એ હતી

બસ, આટલુંજ થયું…એક નારી

  નારી એ, ઝાડ નીચે બેઠી હતી,

  નયનો એનાં મારાં તરફ હતાં

બસ, આટલુંજ થયું…એક નારી

નયનો એના સ્થીર થયાં,

બંન્નેની નજર જાણે એક થઈ,

બસ, આટલુંજ થયું…એક નારી

   હાસ્ય સાથે અચાનક નયન એક બંધ કર્યું એણે

   જરા અચંબો છતાં હૈયે હરખ થયો મને

   બસ, આટલુંજ થયું…એક નારી

થઈ ઊભી એ ,ચાલતાં ચાલતાં જાણે ઈશારો હતો એવો

લોહચુંબકની જેમ પીછો એનો કરવાં નિર્ણય હતો મારો

 બસ, આટલુંજ થયું…એક નારી

નજીક પહોંચી પકડવા એને હાથ લાંબો કર્યો,

તો,નજર મારી તરફ કરી દૂર ભાગી હાસ્યથી ચહેરો ભર્યો

 બસ, આટલુંજ થયું…એક નારી

જાણે સ્વપ્નમાંથી જાગતાં, વીચાર એક મારા મનમાં હતો

શું આ પ્રેમમાં મારું પાગલપન કે નારીની ફક્ત એ મજાક હતી!

 બસ, આટલુંજ ‘ચંદ્ર’ને વીચારવાનું હતું !

૧૮  ઓગસ્ટ ૨૦૦૪                    ડો.ચંદ્રવદન મિસ્ત્રી (લેંન્કેસ્ટર)

3 comments December 4, 2007

મોતીડાંની જીવન માળા

મોતીડાંની જીવન માળા

મેં તો મોતીડાં વીણી બનાવી છે એક સુંદર માળા,
તમો પહેરી, નિહાળો તમ જીવને કંઈક અજવાળાં ! (ટેક)

પ્રથમ આળસ, ખુશામત, વ્યસન એ ત્રણ અંધકારોથી જાગો,

અને ઈર્ષ્યા, ઘમંડ, આડંબર આ ત્રણ અંધકારોથી જાગો,

એ પણ જાણો કે દુર્જનતાં કરી ફાવવું એ હારવા બરોબર છે,

અને ચાહવું, સમજવું અને સર્જવું એ જીવનનું ધ્યેય છે !

જો હવે તમે પુરૂષાર્થ કરશો તો જરૂર તમો ધ્યેયને પામી શકશો,

અરે, આ રહ્યાં જીવનમાળાનાં પ્રથમ અણમોલ મોતીડાં,

                                               મેં તો મોતીડાં…(૧)

ઉઠો, જાગો ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો !

શુધ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વ શક્તિમાન છે તે જાણો,

સચ્ચાઇની બહેનો છે : પ્રમાણિકતા અને ચોકસાઈ, એવો મંત્ર હૈયે ધરો,

જે કામ કરતાં તમારે નીચું જોવું પડે તે કામ તમો કદી ન કરો,

હવે સમજીને, પ્રત્યેક કર્મને ઈશ્વરમય બનાવી દે જો !

 અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,

                                               મેં તો મોતીડાં…(૨)

જાણજો કે કેળવળી ક્ષેત્ર પૂરાં થતાં, સંસ્કારની સરહદ શરૂ થાય છે,

આપણી ભાષા, આપણો વ્યવ્હાર, આપણાં સંસ્કાર એ જ આપણું ઓળખપત્ર છે,

આપણી શાંતિ, આપણાં પોતાનાં દિલનાં દરિયામાં જ છે,

જ્ઞાનમાં વ્રુધ્ધ થવું, કર્મમાં યુવાન થવું, ભક્તિમાં બાળક થવું ઘણુ જરૂરી છે.

અને સારી સ્મરણ શક્તિ એ જ છે કે જેને નમાલી વાતો ભૂલી જતાં આવડે છે!

અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,

                                               મેં તો મોતીડાં…(૩)

જિંદગી એ ક્ષમાપનાની એક સાહસ યાત્રા છે એવો જીવનપાયો રાખશો,

“પ્રેમ જેવું અમ્રુત અને વ્હેમ જેવું ઝેર” નું સ્મરણ જીવને ઘડીઘડીયે રાખજો,

મધુરવાણી એ માનવીનું શ્રેષ્ઠ આભૂષણ છે એવું હૈયે સ્વીકારજો,

અને મનને મથૂરા, દિલને દ્વારકા અને કાયાને કાશી બનાવજો.

પણ, ખરે સમયે પાળેલું મૌન, વાક્ચાતુરી કરતાં પણ વધુ અસરકારક

અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,

                                               મેં તો મોતીડાં…(૪)

ગરીબ માણસની ટંકશાળનુ નામ છે કરકસર, એ ના ભૂલશો,

અભાગી, ભૂખ્યો, અનાથ આ ત્રણને અવશ્ય દાન કરો,

નિસ્વાર્થ જનસેવા મારફત જ ઈશ્વર દર્શન શક્ય છે,

યાદ રાખજો કે દરકારનાં નાનાં નાનાં ઝરણાં સ્નેહનો પ્રવાહ બની રહે છે,

સરળતા ધર્મ અને કપટ અધ્ર્મ છે, એવો આશરો લઈ, કરવું દાન શ્રધ્ધા સહિત!

અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,

                                               મેં તો મોતીડાં…(૫)

કોઈની આશા રાખશો નહિ અને પ્રભુની આશા છોડશો નહિ,

ધાર્મિકતા એ જ ઘરનું શીખર છે, એ કદી ભૂલશો નહિ.

સહેતાં સહેતાં હસો અને હસતાં હસતાં સહી તમ જીવન સંતમય બનાવજો,

મનુષ્યને માટે જ્ઞાન સમજવાં અનુભવની જરૂર પડે છે એવી સમજણ રાખજો,

અંતે સ્વીકારજો કે આત્મામાં પર્માતમાંના દર્શન થાય તે આત્મવિચારનું ફળ છે.

અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,

                                               મેં તો મોતીડાં…(૬)

યાદ રાખજો કે દેવું થાય તેટલું ખર્ચવું નહિ, અને માંદા થાવ તેવું ખાવું નહિ,

અને જેમ લોભ પાપનું મૂળ તેમ સ્વાદ રોગનું મૂળ છે,

ગુસ્સો કર્યે ગૂંચ ના ઉકલે, વાણીને તોલીને તમો બોલજો,

પરનિંદાને સબળ પાપ માની દેહાભિમાનને જ દુ:ખ જાણી આગે ચાલજો,

અંતે અતિપ્રિય હોય તેને છોડતાં ત્યાગ તમ જીવને અપનાવજો !

 અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,

                                               મેં તો મોતીડાં…(૭)

હવે, અંતે ચંદ્ર સહુને કહે………………………..

ખાનદાની એ ઓઢવાની વસ્તુ નથી, પણ જીવવાની ઝિઁદાદિલી છે જરી,

સુંદર શબ્દો તાત્કાલીક તાળી અપાવે ,

સુંદર કામ સ્મર્ણીય પ્રતિષ્ઠા અપાવે ખરી,

કર્તવ્ય ભાવના ખીલવી, આજનું કામ આજે જ કરો અને ઉતમ રીતે કરો,

ભજન એટલે કેવળ શબ્દો નહીં પણ હ્ર્દયનો ભાવ છે એવું સ્મરણ કરો !

જીવનમાં જ્યારે જેનો જવાબ નથી, ત્યારે ઉતર હશે તમ પ્રાર્થના મહીં,

મ્રુત્યુ, દુ:ખ, પરોપકાર આ ત્રણેની તૈયારી રાખી, જીવન ધન્ય બનાવો આ જગમહીં

જીવન એટલે સંસ્કાર; સંચય અને પ્રેમ કદી માંગવો નહિં પણ સૌને આપજો;

અરે આ રહ્યાં જીવન માળાનાં અંતિમ અણમોલ મોતીડાં !

બધાંજ મોતીડાં છે દોરે, ગાંઠ તમો બાંધી દ્યોને બાંધી દ્યોને!

હવે, માળા એક બની ગઈ, ગળે તમો પહેરી દ્યોને, પહેરી દ્યોને !

                                                    મેં તો મોતીડાં…(૮)

કાવ્ય રચનાં

જાન્યુઆરી ૮,૨૦૦૨                                   ડો.ચંદ્રવદન

                                                  લેક્ચરર કેલીફોર્નીયા

 

 

2 comments December 4, 2007


Meta

Recent Comments

Ajitbhai on પુસ્તિકાઓ
અક્ષયપાત્ર on સુવિચારો !
Vishvas on સુવિચારો !
હિમાન્શુ પટેલ on આજે તો છે બીજી એનીવરસરી …
Dilip Gajjar on સુવિચારો !

Top Posts

Recent Posts

Blog Stats

 

December 2007
M T W T F S S
« Nov   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked