પુસ્તિકાઓ
પ્રિય મિત્રો અને સ્નેહીઓ,
તમે ‘ચંદ્ર પૂકાર’ ની વેબસાઈટ પર પધારી મારી જીવન ઝરમર વાંચી તે બદલ ખુબ ખુબ આભાર.
જગતમાં બે બિન્દુઓ- એક જન્મબિન્દુ અને બીજું મ્રુત્યુબિન્દુ. આ બે બિન્દુઓ વચ્ચે છે માનવીનું જીવન. આ માનવ જીવનયાત્રા માં ફક્ત બે જ પંથો.એક સતકર્મના માર્ગે સત્યનો પંથ અને બીજો અધર્મ માર્ગે અસત્યનો પંથ. જીવનમાં અનુભવો સત્યનાં માર્ગ તરફ દોરે છે. મોહ માયા સ્વાર્થ છોડી જનક્લ્યાણનો માર્ગ અપનાવતા તમો જરૂરથી ભક્તિપંથે હશો. જન્મ પહેલાં કે મ્રુત્યુ પછી શું હશે એવી ફીલોસોફી થી દૂર રહી કર્મયોગના માર્ગે પ્રભુને પામવાની કે શરણું લેવાની એકજ ઈચ્છા હૈયે રાખી આગેકુચ કરવાની છે.
મારા જીવનમાં અલ્પ થયું કે કંઈજ ના થયું એવી વિચારધારામાં હું નિરાશાનો કેદી બનવા માંગતો નથી…અને, ઘણું કર્યું કે સારૂ કર્યુ એવા વિચારોના ‘હું પદ’ થી દૂર ભાગુ છુ. એથીજ , મારા જીવન ઝરમર ના લખાણ કરતાં ‘હું કોણ?’ કાવ્યભાવનો સ્વીકાર કરવા સૌને નમ્ર વિનંતી.
તમે હોમ પેજ (HOME) વાંચ્યુ હશે. તો, હવે મારા કાવ્યો, સુવિચારો, ટુંકી વાર્તા વિગેરે જરૂરથી વાંચશો એવી અંતરની આશા. અને હા, મારા હ્રદયભાવના લખાણમાં કંઈક તમોને ગમશે કંઈક તમોને ના ગમશે. વાંચી જે કંઈ તમ હૈયે થાય તેને “બે શબ્દો” ભરી કોમેંન્ટસ ( COMMENTS ) માં પ્રગટ કરવા નમ્ર વિનંતી. તમારા હૈયાના શબ્દો વાંચી મને ખુબજ આનંદ થશે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
પુસ્તિકાઓ
બચપણથી પ્રભુએ સર્જેલુ બધુ નિહાળી હું અનેક વિચારોમાં લીન થઈ જતો….
કોઈકવાર કંઈક લખવાની ઈચ્છા પણ જાગ્રુત થઈ. કિંતુ અનેક વર્ષો વહી ગયા.
ઈ.સ. ૧૯૮૯ ના સપ્ટેંબર માસે અચાનક હ્રદયનો દુ:ખાવો અને હાર્ટનું ઓપરેશન થયું અને પ્રભુએ નવું જીવન આપ્યુ.હોસ્પીટલમાં હતો ત્યારે પ્રભુપ્રેરણાથી થોડી કાવ્યરચનાઓ શક્ય થઈ અને “ પ્રભુ પ્રીતનાં અમીઝરણા” નામે એક નાની પુસ્તિકા પ્રગટ કરી. ત્યારબાદ, વેસ્મા ગામના પ્રજાપતિ મહોલ્લા (ભુરીયું ફળિયું) જ્યાં મારો જન્મ થયો તેને યાદ કરી “પ્રગતિનાં પંથે” તેમજ એક સ્નેહીની બિમારી સમયે મારા હ્રદયભાવો છલકાતા “પ્રભુપ્રાર્થના પ્રસાદી” નામે પુસ્તિકાઓ શક્ય થઈ. આ ત્રણ નાની પુસ્તિકાઓનું મિલન એટલે “ત્રિવેણી સંગમ” ની કાવ્યસંગ્રહ પુસ્તિકા.
પ્રભુ પ્રેરણાથી અનેક કાવ્ય રચનાઓ શક્ય થતી ગઈ અને એ રચનાઓમાં અનેકમાં ભક્તિભાવ હતો. એવી બધી રચનાઓનો સંગ્રહ એટલે ૨૦૦૧માં મારી પ્રગટ કરેલ પુસ્તિકા “ભક્તિ ભાવનાં ઝરણા” આ બંન્ને પુસ્તિકાઓને વેબસાઈટ ચંદ્રપૂકાર પર મૂકતા મને ઘણોજ આનંદ થાય છે. તમો વેબસાઈટ પર પધારી જરૂરથી વાંચશો એવી નમ્ર વિનંતી.
ઉપર મુજબ મારા પોતાના રચેલ કાવ્યો પુસ્તિકારૂપે પ્રગટ કર્યા સિવાય, મેં બીજી પુસ્તિકાઓ પ્રગટ કરી અને અનેકને પ્રસાદીરૂપે વહેંચી અનોખો આનંદ અનુભવ્યો છે.
(૧) શ્રી કૃષ્ણ લીલામૃત…. ૧૯૮૮ માં મારા માતુશ્રી ગુજરી ગયા બાદ, મેં ભજન-પ્રાર્થના, સુવિચારો અને ગીતાસાર વિગેરે એક પુસ્તક શ્રી કૃષ્ણ લીલામૃતનામે ૧૯૮૯માં પ્રગટ કર્યું જે મારા માત્રુશ્રીના સ્મરણાર્થે હતું.
આજ પુસ્તકને ફરી રીપ્રીન્ટ ( REPRINT ) મુંબઈ રહીશ શ્રી વિનોદભાઈ પ્રજાપતિના વિશ્વભારતી પ્રકાશન દ્વારા કરી અનેકને પ્રસાદી રૂપે અર્પણ કર્યું.
(૨) “વેસ્મા વિશ્વ ક્ષિતીજે” વેસ્મા ગામનો ઈતિહાસ ભુલાયના જાય એવા હેતુથી મેં એક વેસ્મા રહીશ ઈશ્વરભાઈ દેસાઈને કંઈક લખવા પ્રેરણા-સહકાર આપ્યો અને એક નાની પુસ્તિકા શક્ય થઈ (૧૯૯૫)
(૩) “ઓહ્મ શ્રી હરિભજનાવલી” લેંન્કેસ્ટર, કેલીફોર્નીયા ના એંટેલોપ વેલી વિસ્તારે એક ગુજરાતી સમાજ ચાલે છે. સૌ ભક્તિભાવે રંગાય એવા હેતુથી ભજન-પ્રાર્થના સંગ્રહની પુસ્તિકા ૨૦૦૩ માં પ્રગટ કરી હતી
ડો.ચંદ્રવદન મિસ્ત્રી
જયશ્રી ક્રુષ્ણ.
1. TRIVENI SANGAM (published June 2000)
The publication of my poems originally published in 3 separate small booklets namely (1) Prabu Prit Na Ami Zarana (2) Pragatina Panthe (3) Prabhu Prathna Prashadi
2. BHAKTIBHAVNA ZARANA (published July 2001)
My publication of devotional poems
3. SHREE KRISHNA LILA MRUT (published 1989)
A publication of prathnas, bhajans and other devotional matter published in memory of my mother.
4. SHREE KRISHNA LILA MRUT (reprint 2004)
Republished for redistribution due to interest.
5. VESMA: VISHWAKSHITIJE (published 1995)
A book on the history of Vesma – a village in south Gujarat
6. OHM SHREE HARI BHJANAWALI (published 2003)
A collection of prathna and bhajans for Antelope Valley Gujarati Samaj
સ્નેહી મિત્રો
તમોએ મારી પ્રગટ કરેલી પુસ્તીકાઓ બારે ઝલકરુપે કંઈક વાંચ્યુ. આ પ્રગટ કરેલ ૬ પુસ્તીકાઓમાંથી બે પુસ્તીકા નામે; ૧ ત્રિવેણી સંગમ ૨ ભક્તિભાવના ઝરણાનું કાવ્યસંગ્રહલખાણ વેબસાઈટ પર મુક્યુ છે અને જો તમોને એ વાંચવા ઈચ્છા હોય તો એ નામના વિભાગે કલીક કરી વાંચવા વિનંતી.અને વાંચ્યા બાદ તમારા પ્રતિભાવરુપે બે શબ્દો મુકશો તો એ વાંચવા મને ઘણી જ ખુશી થશે.
લી. ચન્દ્રવદનભાઈ
Dear Friends,
In this section you can read about the 6 books that I had published; of these 2 books, namely 1 TRIVENI SANGAM 2 BHAKTIBHANA ZARANA are posted as two separate sections. Please click on the desired section & you will be able to read the contents. If you wish to post your comments you may do so. I will be only too happy to read your comments.
Dr. Chandravadan Mistry.
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed






1.
jayeshupadhyaya | May 20, 2008 at 2:14 pm
ચન્દ્રવદનભાઇ
શ્રી કૃષ્ણ લીલામૃત આ પુસ્તક મારી પાસે ક્યાંથી આવ્યું તે તો યાદ નથી પણ સરસ પુસ્તક છે આજ તમારા બ્લોગ ની મુલાકાત થઇ સરસ છે શુભેચ્છા સહ