ત્રિવેણી સંગમ

                            ત્રિવેણી સંગમ

   

 

        એક ગુલાબ છોડની એક ડાળે ત્રણ ફુલો,

              ખીલી રહ્યાં છે એક ડાળે ત્રણ ગુલાબ ફુલો…(ટેક)

 

કોમળ કળી હતી, બન્યું જેનું ફુલકહે ફુલ એક,

પ્રભુ પ્રીતનાં અમી ઝરણાંપ્રતિકે મળ્યુ મુજને નવુ જીવન એક,”

લાખો વંદન તમોને, રે પ્રભુજી મારા, રે પ્રભુજી મારા

                               એક ગુલાબ છોડની ()

 

 અરે નિહાળુ હું મારૂ પુર્ણસ્વરૂપબીજુ ફુલ કહે એને

પ્રગતિના પંથે’”વહે જીવન મારૂ, સંભાળે પ્રભુજી એને,’’’

લાખો વંદન તમોને, રે પ્રભુજી મારા, રે પ્રભુજી મારા

                               એક ગુલાબ છોડની ()

 

પૂર્ણ ખીલી દેવી મીઠી મહેક સૌનેત્રીજું ફુલ અંતે કહે,

જાણેપ્રભુપ્રાર્થના પ્રસાદીરૂપે જીવન મારૂ વહે,

લાખો વંદન તમોને, રે પ્રભુજી મારા, રે પ્રભુજી મારા

                               એક ગુલાબ છોડની ()

 

અરે, પવન અચાનક આવતાં, ત્રણ ફુલો ભરી ડાળ કેવી હલે !

ભેટી પડ્યા એક બીજાને ત્રણ ફુલો એક ડાળે,

નિહાળુ મિલન ત્રણનુંનેત્રિવેણી સંગમ  ચંદ્રે કહી દીધુ,

લાકો વંદન તમોને, ઓરે પ્રભુજી મારા,ઓરે પ્રભુજી મારા,

                               એક ગુલાબ છોડની ()

 

 

 

 

 

 

                        અર્પણ

                            ભાવ   વંદના

 

          રામ નામ મે લીન હૈ /  દેખતે સબ મેં રામ

          તાકે પદ વંદન કરૂ   /  જય જય જલારામ

 

 

                  ત્રિવેણી સંગમ ની પુસ્તીકા મારા

               ગુરુજી ભક્તશ્રી જલારામબાપાને

             ચરણે ભાવવંદના સહીત અર્પણ

 

 

                              -ડો.. ચંદ્રવદન

 

                                  મા બાપને ભૂલશો નહિ

 

ભૂલો ભલે બીજું બધું મા-બાપ ને ભૂલશો નહી;

અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં.

 

દેવો પૂજ્યા પ્રુથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું;

પુનિત જનનાં કાળજાં,પથ્થર બની છૂંદશો નહી.

 

કાઠી  મુખેથી  કોળીયો, મોંમા દઈ  મોટા  કર્યા;

અમ્રુત  તણા  દેનાર સામે, ઝેર ઊગળશો નહી.

 

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા:

કોડનાં પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહી;

 

લાખો કમાતાં હો ભલે, મા-બાપ જેમાં ઠર્યા;

લાખ નહીં પણ રાખ છે, માનવું ભૂલશો નહી.

 

ભીને સૂઈ પોતે અને , સૂકે સુવડાવ્યા આપને;

અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી.

 

પુષ્પો બિછાવ્યા પ્રેમથી , જેણે તમારા રાહે પર;

  ચાહના  રાહ પર, કંટક કદી બનશો નહી.

 

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો;

જેવું કરો તેવું ભરો, ભાવના ભૂલશો નહી.

 

ધન ખરચતાં મળશે બધુ, માતા પિતા મળશે નહી;

જગજીવન એના ચરણની, ચાહના ભૂલશો નહી.

 

 

 

 

 

 

                                  

 

                                        મારો પરિચય

                                               ડો..ચંદ્રવદન મિસ્ત્રી

 

મારૂ નામ છે ચંદ્રવદનમારા સ્વ.પિતાશ્રીનું નામ માધવભાઈ ગાંડાભાઈ

 મિસ્ત્રી અને મારા સ્વ.માતુશ્રીનુ નામ ભાણીબેન. દક્ષિણ ગુજરાતના વલસાડ જીલ્લામાં નવસારી શહેરથી માઈલનાં અંતરે આવેલા નાનકડા ગામ વેસ્માનાભુરીયા ફળીયામાં મારો જન્મ સને ૧૯૪૩ ના ઓક્ટોબરની ૧૩ તારીખે થયો હતો. દિવસે શરદપૂર્ણિમાંનો દિવસ હતો.

 

     મારા જીવનનાં પ્રથમ ૧૦ વર્ષ વેસ્મા ગામમાં પસાર થયા. દરમ્યાન હું ગુજરાતી શાળામાં અભ્યાસ કરતો હતો. મારા પિતાશ્રીએ ફરી પાછી આફ્રીકાની સફર કરી. વખતે તેઓ રોડેશીયા ગયા હતાં, આથી હું મારા માતુશ્રી સાથે રહેતો હતો. સને ૧૯૫૪ માં હું પહેલીવાર આફ્રિકા ગયો ત્યારે હું ગુજરાતી પાંચ ધોરણ પાસ કરી છ્ઢ્ઢા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આફ્રિકામાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી સને ૧૯૬૨માં વધુ અભ્યાસ માટે ભારત જવાનું થયું. બે વર્ષ મુંબઈમાં કોલેજ નો અભ્યાસ કરી ઓરીસ્સા રાજ્યના કતક શહેરમાં મેદીકલ કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૬૯ની સાલમાં ફાઈનલ એમ.બી.બી.એસ પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ ફરી આફ્રિકા ગયો અને નોર્થ રોડેશીયાના થયેલા ઝામ્બીયાના લુસાકા શહેરની સરકારી હોસ્પીટલમાં એક ડોક્ટર તરીકે કામ શરૂ કર્યું.

 

    - આફ્રિકામાં સમય બદલાતો રહ્યો…જેથી ૧૯૭૭ની સાલમાં આફ્રિકા કાયમ માટે છોડી અમેરીકામાં વસવાટ કર્યો. પ્રથમ પીટસબર્ગ, પેંસેલ્વેનીયામાં ત્રણ વર્ષ પસાર કરી, સને ૧૯૮૧  થી કેલીફોર્નિયામાં સ્થાયી વસવાટ કર્યો છે. સને ૧૯૭૦માં મારા ધર્મપત્ની કમુબેન સાથે લગ્નેગ્રંથીથી જોડાયો. સંતાનસુખ રૂપે ચાર દીકરીઓ છે.

                          

 

                                                 

 

 

                                                            

 

 

                                               મારૂ પાગલપણુ

      

 

                                          ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

                    ઓક્ટોબર માસ અને ઈ.સ. ૧૯૪૩ ની સાલ હતી. વહેલી

સવારે દક્ષિણ ગુજરાતના વેસ્મા ગામે એક પ્રજાપતિ કુટુંબ ઘરે એક બાળકનો

જન્મ…એક આત્માને માનવ દેહ મળ્યો.

 

માનવ જન્મ…અને એક બાળપણની શરૂઆત. માતા-પિતા રૂપી પ્રેમ એક બાળકે ચાખ્યો…વળી સાથમાં કુટુંબીજનોનો પ્રેમ ચાખ્યો. માત પ્રેમમાં ભક્તિરસના બીજ રોપાયા…એ પ્રેમ-રસ પીવાની ટેવ દ્વારા હું પાગલ બન્યો. આ મારૂ પ્રથમ પાગલપણુ. !

 

અનેક વર્ષો વહી ગયા અને હું મોટો થયો, મિત્રો થયા, અને અનેક માનવીઓનો પરિચય થયો. અભ્યાસ દ્વારા થોડો જ્ઞાનરસ પીધો. હૈયામાં સમાયેલ પ્રેમરસ સાથે જ્ઞાનરસનું મિલન થયુ…બચપનમાં મમતાએ ચખાડેલો ભક્તિરસ પણ ખીલ્યો…પ્રેમરસનો નસો વધ્યો અને, મારી પાગલતા વધી.આ રહ્યું મારૂ બીજુ પાગલપણુ !

 

જગતમાં મારા જીવનના ઘણા વર્ષો વહી ગયા. હવે, પ્રેમરસ પણ ભક્તિરસ જેવો લાગ્યો…હૈયામાંથી ફક્ત ભક્તિરસ જ વહેતો હોય એવું થવા લાગ્યુ. ધરતી પર બધુ પ્રભુનું છે એવું સમજાયુ…અરે, વધુ વિચારતા સમજાયું કે આખું બ્રહ્માંડ પ્રભુ આધારે જ છે…હવે ભક્તિરસની પ્યાસ મારા હૈયે હતી….આ મારૂ ત્રીજું પાગલપણુ

 

જગત એટલે સંસાર. સંસારમાં રહેવું એટલે માયા-જાળના બંધનો તો ખરા જ. આ બંધનોમેં મારા કર્તવ્યને નિહાળ્યું. ફક્ત પહેલા અને બીજા પદના પાગલપણાને અપનાવતા સંસારી માયાજાળમાં ફસાયા જેવું થાય…કિન્તુ, જીવનમાં ત્રીજા પદના પાગલપણાને અપનાવતા, સંસારમાં રહ્યા રહ્યા મોહ-રૂપી બંધનોમાંથી મુક્તી આપોઆપ મળી જાય છે.

 

પ્રેમરસ-ભક્તિરસ આધારે હું હવે સંસારમાં આગેકુચ કરી રહ્યો છુ. ‘હે પ્રભુ તું છે તો હું છુ’ અને ‘હે પ્રભુ તું કરે તે ખરૂ’! એ મારા મંત્ર-સુત્રો છે. કર્ત્વ્ય પાલન સહિત પ્રભુ શરણાગતિ ભાવ મારા હૈયે ભરતો જાઉં છું…સંસારમાં રહી આવી મારી આગેકુચ એજ મારૂ ખરૂ પાગલપણું છે !

 

                      

                       આમુખ

અમેરીકા સ્થિત ડો.ચંદ્રવદન એક સહ્ર્દયી પરોપકારી અને જ્ઞાનપ્રેમી સજ્જન છે. હ્રદયની બીમારીને લીધે તેઓએ તબીબોની સલાહથી આરામ કર્યો. હ્રદયનું સફળ ઓપરેશન પણ થયું. બિમારીના સમયમાં સામાન્ય વ્યક્તિ વ્યથિત બની જાય, પરંતુ ડો.ચંદ્રવદન જરાયે વિચલીત ન થયા. ઉલ્ટુ આરામની પરિસ્થિતિમાં તેમણે પોતાના સ્વજનો કે જેમણે તેમની સુશ્રુષા કરી હતી, તેમનો ઋણ સ્વીકાર કરતું એક પુસ્તક “પ્રભુ પ્રીતના અમી ઝરણા” તેમને સમર્પિત કર્યું. આ પુસ્તકની કાવ્યમય વાણીમાં પોતાના સ્વજનો તરફનો તેમનો ઉત્કટ અહોભાવ સ્ફુરીત થાય છે. નિખાલસ ભાવથી ઉભરાતો પ્રભુ પ્રત્યેની પ્રીતીનો વલસાટ પણ આ ક્રુતિમાં દ્ર્ષ્ટી ગોચર થાય છે.

 

તેઓનું જ બીજું સર્જન “પ્રગતિના પંથે” ભુરીયા ફળીયા કાવ્યરૂપી ઐતિહાસિક અમીરસ આપના કરકમળમાં મુકતા હું ગૌરવાંન્વિત બન્યાની લાગણી અનુભવુ છુ. ભુરીયા ફળીયાના પ્રજાપતિ બંધુઓની બહુમુખી, વિકાસોન્મુખ, પ્રવ્રુતિઓનુ સચોટ અને સરસ વર્ણન આ ક્રુતિઓમાં આલેખવામાં આવ્યું છે.

 

વિદેશમાં વસતા હોવા છતાં સ્વદેશના સ્વજનોને તેઓ જતાય ભુલ્યા નથી. ફળીયાની કરૂણામયી પરમશક્તિ કુળદેવી ખોડીયાર માતાજીને તેઓ અહર્નિસ યાદ કરતાં રહે છે. અને માતાજીની ક્રુપાનો તેઓ ઋણસ્વીકાર કરી ધન્યતા અનુભવે છે. પ્રજાપતિ સમાજ અને અન્ય સામાજીક સંસ્થાઓને તેઓ હરહંમેશ યથાશક્તિ દાન અર્પતા રહે છે. જ્ઞાતિનું હિત હંમેશા તેમને હૈયે વસ્યુ છે.

                                                          તેઓનું ત્રીજુ સર્જન

”પ્રભુ પ્રાર્થના પ્રસાદી” એ ખરેખર એક ભાઈની કાવ્યરૂપી કહાની છે . આ………………..

પુસ્તકનો આમુખ કેશવભાઈ ગુલાબભાઈ લાડે ખરેખર અંતકરણપૂર્વક લખી તેમની એક આગવી પ્રતિભા સમાજની સામે ઊજાગર કરી. આ પુસ્તકમા પોતાના સ્નેહી પરસોતમભાઈ તરફનો પ્રેમ એમના શબ્દોમાં લાગણીઓના જે ઈંદ્રધનુષી રંગો પૂરે છે તે જીવનમાં ઘણા ઓછા મનુષ્યોના ભાગ્યમાં હોય છે. આર્થિક લાભ પ્રાપ્ત કરવા લખવુ એવું તો ઘણા લોકો કરે છે પણ પોતાના સ્નેહના અમીઝરણાંમાં અન્યોને તરબોળ કરવા કે પ્રભુ પ્રીત્યર્થે લખવુ એ એક મહાન પુણ્યશાળી આત્માના ભાગ્યમાં હોય છે. અને આ પુણ્યશાળી આત્મા ડો.ચંદ્રવદનભાઈ ના ભાગ્યને લઈને અમોને પણ થોડું થોડું પુણ્ય કમાવવાની તક મળેલ છે, તે બાબત ડોકટર સાહેબનો ઉપકાર ભુલાય તેમ નથી. પ્રભુ તેમને દિર્ઘાયુ બક્ષે અને હંમેશા તંદુરસ્ત રાખે એવી પરમક્રુપાળુ ઈશ્વર પાસે વિનમ્ર પ્રાર્થના છે. તેઓ નિત્યનવીન સાહિત્યિક સર્જન કરી સમાજ ને પ્રેરણા-પંથ ચીંધતા રહે એવી મારી હાર્દિક અભિપ્સા છે.

 

પ્રસ્તુત પુસ્તકના વિચારો આપણે માટે જીવન-પાથેય બની રહે એવી મંગળ-કામના અને ઉતરોતર તેઓ પ્રગતિના સોપાનો સર કરતા રહે એવી અંતરની શુભકામનાઓ સહિત વિરમીએ છીએ.

 

વિનોદ ખિમજી પ્રજાપતિ                          ડાહ્યાભાઈ રણછોડજી મિસ્ત્રી

3: વિનોદ ખિમજી રોડ                            વેસ્મા નિવાસી-દહિસર

ભારત કોલ કંમ્પાઉંડ                              મુંબઈ

જૂના કુર્લા-મુંબઈ-૪૦૦ ૦૭૦                      (સ્વર્ગવાસ-૧૮ ફેબ્રુઆરી ૨૦૦૦)

 

                                પ્રભુ પ્રીતના અમીઝરણા

 

        મારી પત્ની કમુ તથા મારી દીકરીઓ નીના, વર્ષા,વંદના તથા રૂપાને અર્પણ

 

                                    બે શબ્દો         

 

 

     આ માનવ જન્મ મળવાથી હું સ્વયંને ઘણોજ પરમ ભાગ્યશાળી સમજું છુ. જીંદગીની સફર ઘણીજ ટુંકી છે, અને અંત ક્યારે લખ્યો છે એ પ્રભુ હાથે છે, પણ આત્મા અમર છે. માનવીએ જન્મ-મરણનો ડર છ્ઓડીને જીંદગીની સફરમાં આગેકુચ કરવાની રહે છે અને આ સફર એવી હોય કે એની સુવાસ હંમેશા રહે.

 

ગંગાનદીમાં મારા માતુશ્રીની અસ્થિ વિસર્જન કરવા કાજે ૧૯૮૮ ની સાલમાં નવેમ્બર મહિનામાં મારી ભારત દેશની સફર અને ત્યારબાદ સપ્ટેંમ્બર ૧૭,૧૯૮૯ના રોજ રવિવારે અચાનક મારા હ્ર્દય પર દુ:ખાવાનો હુમલો અને મારૂ હાર્ટનું ઓપરેશન થયુ. મારૂ ઘરે હોવું, ટાઈમસર હોસ્પીટલ પહોંચવું અને ટાઈમસર સારી રીતે ઓપરેશન થવું એ પ્રભુ ઈચ્છા નિમિત્ત હતું…..પ્રભુક્રુપાથી મને નવી જીંદગી મળી.

 

આ મારી માંદગીના સમયે જ્યારે હોસ્પીટલમાં રહ્યો તેમજ ઘરે ઓપરેશનબાડ આરામ કર્યો એ દર્મ્યાન પ્રભુ પ્રેરણાથી ભાવનાઓ જાગ્રુત થઈ. એ ભાવનાઓને આ કાવ્યરૂપી સ્વરૂપ મળ્યું છે. આ સમય દરમ્યાન મારી પત્ની કમુ તથા મારી દીકરીઓ નીના, વર્ષા, વંદના અને રૂપા પાસે મળેલ પ્રેમભરપુર સાથ તેમજ મારા ભાભી નામે ગં.સ્વ.શાંતાબહેન છગનલાલ મિસ્ત્રી તથા મારા મિત્રો વિનોદ અને કાર્તિક તથા અન્ય સર્વ સગાંસ્નેહીઓ અને મિત્રોએ કરેલ પ્રાર્થનાઓ મારાથી કેમ ભૂલાય ? મારા દીલમાં “જે કંઈ થયું” તેને મેં શબ્દોમાં વર્ણન કરવા કોશીષ કરી તેમજ પ્રભુને પ્રાર્થનાઓ સાથે વંદન કર્યું અંતમા મારે એ કહેવું

 

“પ્રભુએ આપેલ નવી જીંદગી” ની સફર હવે જો થઈ શરૂ

ચંદ્ર ભાગ્ય તારૂ, જરૂર પ્રભુ દર્શન કરતો રહું”

 

                                               ડો. ચંદ્રવદન

 

                     (૧)

 

            એ ઉપકાર ભુલીશ કેમ ?

 

મારો શામળીઓ ગીરધારી

તારી ક્રુપા છે અતી ન્યારી,(૨)….ટેક

 

પલભર માટે બોલાવ્યા મુજને,

હૈયું નવું દીધુ રે તુજને,

વ્હાલા. એ ઉપકાર ભુલીશ કેમ તારો? (૨)

                            મારો શામળીયો…

 

જીંદગીની ભુલો જોઈ નથી મારી,

કંઈક પુણ્ય નિહાળી, બદલી બાજી મારી,

વ્હાલા. એ ઉપકાર ભુલીશ કેમ તારો? (૨)

                            મારો શામળીયો…

 

તેદું આવ્યું અચાનક જીવન દાન કાજે રે,

પ્રાર્થના સૌની સુનીને દીધું આયુષ્ય દાન રે,

 વ્હાલા. એ ઉપકાર ભુલીશ કેમ તારો? (૨)

                            મારો શામળીયો…

 

પત્ની, બાળકો ને દુનિયા કાજે,

ચંદ્ર કરતો રહે પ્રભુસેવા નવી જીંદગી કાજે…

                             મારો શામળીયો…

 

તા. ૨૩ સપ્ટેમ્બર ૧૯૮૯

 

                     

                     (૨)

          પધારો હમઘર મોહન પ્યારે

ઓ ગીરધારી, હું તો આવ્યો ઘર હમારે,

હવે પધારો હમ ઘર, મોહન પ્યારે,મોહન પ્યારે…

 

બોલાવ્યો ને આવ્યો હું તો તમારી પાસે,

કંઈક કાનમાં કહ્યું ને દીધી હૈયામાં મીઠી વાણી,

મોહન બોલાવું હું તમને, આવજો તમારો દાસ રે જાણી..

                                   હવે પધારો હમઘર…

 

નવી જીંદગી છે દીધી મુજને આજે,

ન તો દુનિયા જાણું, પહેચાનું એક મોહન મેરે નાથરે,

મોહન બોલાવું હું તમને.દીલમાં વસી મોહન દેજો મુજને સાથરે..

                                   હવે પધારો હમઘર…

 

મારો નવલા હૈયામાં હરદીન અમ્રુતવાણી તારી,

મારા મુખડે હોય મોહન નામ જ તારૂ, ઓ બલીહારી…

ચંદ્ર કહે હું તો જીંદગીભર બોલાવીશ તમને, ઓ મેરે ગીરધારી

                                    હવે પધારો હમઘર…

 

તા. ૨૫ સપ્ટેમ્બર ૧૯૮૯

 

(૩)

 

                                      Dear Kamlesh

 

My Dear Kamlesh, My Dear Kamlesh,

Friend dear Oh…my brother Kamlesh…

 

Early came Deepak to California, Then I

Understood not.

 

Thrilled was I, as if meeting you, I

Thought

                                 My Dear Kamlesh….

 

Then, was the God – sent sivkness and

I was Lost.

 

Deepak was with me, like a friend Kamlesh,

                                    When I needed most

                                    My Dear Kamlesh….

 

Your prayers gave me life A-new,

May our Love prosper and re-new,

                                     My Dear Kamlesh…

 

Date : 25th Sept.1989

 

                                      (૪)

                               સમુદ્રનું મોજુ

અચાનક સમુદ્રમાંથી એક મોજું રે આવ્યું,

મારા હૈયા પર એ તો ધસી રે ગયું,

કોણ જાણે એ કેમ થયું, એ કેમ થયું?….

 

પુકાર્યો વિનોદ, તને એ ઘડી,

મિત્ર આવ્યો, સહાયતા મુજને મળી…

                    અચાનક સમુદ્રમાંથી…

 

મોજારૂપી પ્રભુધામનું તેડુ હતું એ,

તારી પ્રાર્થના થકી ફરી દુનિયા જોઈ છે મેં,

                    અચાનક સમુદ્રમાંથી….

 

આવી મિત્રતા હંમેશ રહે આ જીંદગીભર,

ચંદ્રના હૈયામાં વહેતો રહે શાંતી સાગર હર પલ,

                     અચાનક સમુદ્રમાંથી….

તા. ૨૫,સપ્ટેઁમ્બર,૧૯૮૯

 

              

 

 

 

                        (૫)

                   પ્રભુનામની ધુનો

                 ( જય   અને હરે ધુનો)

 

(૧)  જય ઠાકોરશ્રી, જય ઠાકોરશ્રી,

જય ઠાકોરશ્રી, જય ઠાકોરશ્રી,

      જય ડાકોરશ્રી, જય ડાકોરશ્રી,

      જય ઠાકોરશ્રી. જય ડાકોરશ્રી,

      જય ઠાકોરશ્રી, જય ડાકોરશ્રી,

      જય જય ઠાકોરશ્રી જય જય ડાકોરશ્રી,

      જય જય ઠાકોરશ્રી જય જય ડાકોરશ્રી

 

(૨)   શ્રી રામ જય રામ જય જય રામ,

       શ્રી રામ જય રામ જય જય રામ,

       જય જય રામ જય જય રામ

       જય જય રામ જય જય રામ

 

(૩)    જય મોહન પ્યારે, જય મોહન પ્યારે,

       જય મોહન પ્યારે, જય મોહન પ્યારે,

       જય રાધે ક્રુષ્ણ, જય મોહન પ્યારે

        જય રાધે ક્રુષ્ણ જય રાધે ક્રુષ્ણ

 

(૪)    શ્રી ક્રુષ્ણ માધવ હરે મોરારી,

        શ્રી ક્રુષ્ણ માધવ હરે મોરારી,

        હરે મોરારી, હરે મોરારી

        હરે મોરારી, હરે મોરારી

        હરે મોરારી, હરે મોરારી

        હરે ગીરધારી, હરે ગીરધારી,

        હરે ગીરધારી, હરે ગીરધારી,  

તા. ૨૬,સપ્ટેઁમ્બર,૧૯૮૯

 

                        (૬)

            ભાભીનો મમતારૂપી પ્યાર

 

હું જનમ્યો જ્યારે, ભાભી હતી ત્યારે,

માન્યો એક દીકરો મુજને એમણે ત્યારે…

 

મમતા છોડી ચાલી ગઈ પ્રભુધામ જ્યારે,

મારા દીલમાં આંચકો, પણ મમતા ભર્યો

એમનો સાથ મળ્યો ત્યારે…

 

હવે અચાનક આ દુ:ખ જો આવ્યું મારા હૈયે,

સાથ રહી દુ:ખ સહન કરી પ્રાર્થના કરી મૈયે…

 

નવી જીંદગી હવે મારી એ જરૂર જાણું હું

’ભીખુ’ કહે મમતારૂપી પ્યારનો ભોખો છુ હું….

 

તા. ૨૬,સપ્ટેઁમ્બર,૧૯૮૯

 

                        (૭)

                 જશોદા બાળ દર્શન

 

નાગર નંદજીના લાલ,માતા જશોદાના બાળ,

હું તો શોધું તને,તું તો નાહી મળે મુજને,તું તો નાહી…

 

તું તો માખણ ચોરે, શોધે જશોદા મૈયાતોરે,

ગોપીઓ ગાળો દે છે મુજને,

તું તો નાહી મળે મુજને, તું તો નાહી મળે મુજને….

નાગર નંદજીના લાલ, માતા જશોદાના બાળ,

                                         હું તો શોધુ તને…

 

વ્રુંદાવનમાં મધુર મોરલી બજાવે,સર્વ ધેનુને તું તો જગાવે,

ગોવાળીયા માઠુ બોલે છે મુજને,

તું તો નાહી મળે મુજને, તું તો નાહી મળે મુજને….

નાગર નંદજીના લાલ, માતા જશોદાના બાળ,

                                         હું તો શોધુ તને..

 

રાસ રમવો છે તારે, ગોપીઓ શોધવી છે મારે,

ચંદ્ર પુકારે કાના રહેજે આજે,અધીરો બન્યો હું દર્શન કાજે…

નાગર નંદજીના લાલ,… નાગર નંદજીના લાલ,

                          માતા જશોદાના બાળ,

                                         હું તો શોધુ તને..

 

તારીખ : ૨૬,ઓગસ્ટ ૧૯૮૯

 

                          (૮)

                    રામ નામ રસ

 

મેંને રામ નામ રસ પીયા, મૈને રામ નામ રસ પીયા…(ટેક)

 

આ ભવસાગરમાં તોફાન આવ્યું જ્યારે,ડગમગ ડોલી નાવડી મારી,

એ….જી…મૈને રામ નામથી નાવ ચલાવી,મૈને રામ નામ રસ…

 

આ સંસારમાં કેદી મન્યો હું જ્યારે,ભુલો થઈ ગઈ મારી,

એ…જી…મૈને રામ નામથી ભુલો મારી સુધારી,મૈને રામ નામ રસ…

 

                  આ જીંદગી મળી છે અમુલ્ય જ્યારે, કંઈક પુન્ય કરવાની તક છે મારી,

                 એ…જી…ચંદ્ર કહે મૈને રામ નામ લઈ પુન્ય પાયા,મૈને રામ નામ રસ…

 

                    તા ૨૭,ઓગસ્ટ ૧૯૮૯

 

                                           (૯)

                           જરૂર પ્રભુ તારૂં નામ હશે

 

એક વિજળીનો ચમકારો રે થયો,

એ તો મારા હૈયા પર રે પડ્યો,

આવા સમયે એ સૌના દીલમાં શું રે થયું હશે?

                                શું રે થયું હશે?

જરૂર, પ્રભુ તારૂં નામ હશે, તારૂ નામ હશે?

ઘરે હૈયા પર હુમલો, કમુ તરત હોસ્પીટલ લાવી રે મુજને,

ત્યાં તો થયું રે ઘણું, ન રહ્યો સમયનો ખ્યાલ કમુ કે મન મે,

જ્યારે ઓપરેશન થીએટર લઈ ગયા મુજને,

                            એના દીલમાં શું રે થયું હશે ?

                            એના દીલમાં શું રે થયું હશે ?

 

           આવા સમયે જરૂર પ્રભુ તારૂ નામ હશે,તારૂ નામ હશે

મારી માંદગીની વાત મારી બેટી નીનાએ કોલેજ ન જાણી,

પપ્પા ઘણા માંદા, એ જરૂર જાણ્યું લેંકેસ્ટર આવી,

મને નીનાનો જોવાનો આનંદ, પણ એ સમયે

                              એના મનમાં શું રે થયુ હશે ?

                              એના મનમાં શું રે થયુ હશે ?

            આવા સમયે જરૂર પ્રભુ તારૂ નામ હશે,તારૂ નામ હશે

મારા વર્ષા-વંદનાએ જાણ્યું પપ્પા છે “સીક” જમતા જમતા,

હોસ્પીટલમાં પપ્પા છે ‘સીરીઅસ’, બચ્ચા મરતા મરતા,

એમણે જાણ્યું કુમળે હ્રદયે, નાની દીકરીઓના

                                મનમાં શું રે વિચારો?

                                મનમાં શું રે વિચારો?

             આવા સમયે જરૂર પ્રભુ તારૂ નામ હશે,તારૂ નામ હશે

  

મારી લાડકી, ગુડલી રૂપા એણે પ્રશ્નો કર્યા રે ઘણા,

પપ્પા છે માંદા, બાળ હૈયામાં પ્રેમ- ઝરણા રે ઘણા,

એનું નાજુક દીલડું પ્રેમભર્યુ, નાદાનીમાં

                             એ દીલમા શું થયું એ તો કોણ જાણે ?

                             એ દીલમા શું થયું એ તો કોણ જાણે ?

              આવા સમયે જરૂર પ્રભુ તારૂ નામ હશે,તારૂ નામ હશે

 

સૌના મનમાં શું રે થયું એ સૌ કોઈ જાણે,

ચંદ્ર કહે, પ્રભુ તું સર્વના દીલની વાત જ જાણે…

                                       એક વિજળીનો ચમકારો…

 

તા. ૨૬, સપ્ટેઁમ્બર ૧૯૮૯

 

                         (૧૦)

                     કાર્તિક-પ્રેમ

 

એ નટખટ નંદકિશોર કાર્તિક નાનો,

હું બોલાવું ને સાંભળે છે શાનો ! ….ટેક

સુખડામાં એ તો સાથે દોડે,

દુ:ખડામાં વળી મારો પીછો ન છોડે…..

                       એ નટખટ નંદકિશોર….

 

તરસ્યો હું ને પીવુ’તુ પાણી

લાવ્યો અમ્રુત સુણી મારી મનની વાણી…

                       એ નટખટ નંદકિશોર…

 

મારા સ્વપ્નમાં મેં જોયુ ઘણુ,

મારૂ સ્વપ્ન પણ એણે સાચું કર્યું…..

                        એ નટખટ નંદકિશોર….

 

ભાગ્યમાં ભાઈ છે નાનો મારો,

ચંદ્રના દીલમાં કાર્તિક-પ્રેમ છે તારો….

                         એ નટખટ નંદકિશોર…

 

તા. ૨૭, સપ્ટેઁમ્બર ૧૯૮૯

 

                          

 

 

 

 

                           (૧૧)

                    હજુ સમય નથી મારો

 

  માનવ જન્મ મળ્યો આ મારો,

  વળી સાથ પ્રભુજી તારો

હજુ સમય થયો નથી મારો (2)…..ટેક

 

પુરા કર્યા જીંદગીના દિવસ જ ચાર,

નથી જોઈ દુનિયા તારી, ઓ પાલનહાર,

હજુ સમય થયો નથી મારો (2)

                 માનવ જન્મ મળ્યો આ મારો…

 

કંઈક પુન્ય કરવાની તક આ મળી,

મેં તો ભુલો કરી દીધી ઘણી,

હજુ સમય થયો નથી મારો (2)

                 માનવ જન્મ મળ્યો આ મારો…

 

સંસાર માયાની જાળ છે તારી,

મારા નાનેરા બાળકો કાજે શક્તિ માંગુ તારી,

હજુ સમય થયો નથી મારો (2)

                 માનવ જન્મ મળ્યો આ મારો…

 

નવું જીવન દઈને પ્રભુ તું જો રાજી,

ચંદ્ર કહે સમયે આવી પ્રભુ તુંજને બદલી મારી બાજી

                 માનવ જન્મ મળ્યો આ મારો…

 

                તા. ૨૮, સપ્ટેઁમ્બર ૧૯૮૯